મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:  'સબકા સાથ, સબકા વિકાસ' બંધ કરો, લઘુમતી મોરચો બંધ કરોઃ ભાજપ નેતા શુભેન્દુનું સનસનિખેજ નિવેદન

પશ્ચિમ બંગાળમાં વિપક્ષ નેતા અને ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ બુધવારે મોટું નિવે

VIDEO:  'સબકા સાથ, સબકા વિકાસ' બંધ કરો, લઘુમતી મોરચો બંધ કરોઃ ભાજપ નેતા શુભેન્દુનું સનસનિખેજ નિવેદન

પશ્ચિમ બંગાળમાં વિપક્ષ નેતા અને ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ બુધવારે મોટું નિવેદન આપ્યું છે. શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, બધા ભાજપીઓ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ, પરંતુ હવે આપણે આવું બધું નહીં કહીએ.  પશ્ચિમ બંગાળના ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું છે કે, હવે આપણે કહીશું કે 'જે અમારી સાથે, અમે તેમની સાથે...' સબકા સાથ, સબકા વિકાસ કહેવાનું બંધ કરો. લઘુમતી મોરચાની પણ કોઈ જરૂર નથી.

લઘુમતી મોરચાને બંધ કરવાની વાત પણ કરી

આટલું જ નહીં ભાજપ નેતાએ વધુમાં કહ્યું કે, 'અમે જીતીશું અને હિંદુઓને બચાવીશું.' અને સંવિધાનને બચાવીશું. મેં રાષ્ટ્રવાદી મુસલમાનો અંગે વાત કરી.  ખાસ વાત એ છે કે શુભેન્દુ અધિકારી જે સબકા સાથ, સબકા વિકાસને બંધ કરવાની વાત કરી રહ્યા છે તે સૂત્ર સૌથી પહેલા વડાપ્રધાન મોદીએ જ આપ્યું હતું. શુભેન્દુ અધિકારીએ એક કાર્યક્રમમાં જય શ્રી રામનો નારા લગાવતા કહ્યું કે, 'સબકા સાથ, સબકા વિકાસ બંધ કરો, એટલું જ નહીં તેમણે લઘુમતી મોરચાને બંધ કરવાની વાત પણ કરી હતી. અમે બંધારણ બચાવીશું.' તેમનું પ્રવચન પૂરું થતાં કાર્યકર્તાઓએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. 

શુભેન્દુના નિવેદનથી સ્પષ્ટ છે કે ભાજપ હવે બંગાળમાં હિન્દુ મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. બંગાળ બીજેપીનું માનવું છે કે મુસ્લિમ મતદારોએ લોકસભા ચૂંટણીમાં ટીએમસીને એકજૂથ થઈને સમર્થન આપ્યું છે. જ્યારે હિન્દુ મતદારોમાં વિભાજન જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં હવે હિન્દુ મતોના ધ્રુવીકરણના પ્રયાસો કરવામાં આવશે.

પેટાચૂંટણીમાં હારનું કારણ આપ્યું

હાલમાં જ પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ક્લિન સ્વિપ કર્યું હતું. આ અંગે તેમણે એક્સ (X) પર રાયગંજ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરજ પર મૂકેલા સરકારી કર્મચારીઓની યાદી પણ શેર કરીને દાવો કર્યો હતો કે ‘મમતા સરકારે મોટા પાયે મુસ્લિમોને જ ચૂંટણી ફરજ સોંપી હતી. તેમણે બે લાખ હિંદુઓને મત આપતા રોક્યા છે. લોકસભા ચૂંટણીમાં પણ મમતા સરકારે 50 લાખ હિંદુઓને મત આપવા દીધો ન હતો.’ આ ઉપરાંત ભાજપ નેતાએ પોતાના ભાષણમાં સ્પષ્ટ કર્યું હતું કે ભાજપ બંગાળમાં હિન્દુ મતોના ધ્રુવીકરણ તરફ કામ કરશે. બંગાળ ભાજપનું માનવું છે કે મુસ્લિમ મતદારોએ એકજૂથ થઈને લોકસભા ચૂંટણીમાં ટીએમસીને મત આપ્યો હતો. જ્યારે હિન્દુ મતદારો અલગ-અલગ પક્ષોમાં વહેંચાઈ ગયા હતા.

'સબકા સાથ સબકા વિકાસ' સામે શા માટે વાંધો? 

શુભેન્દુએ પોતે જ તેનો ખુલાસો કરતા કહ્યું કે, તેઓ આપણને ચૂંટણીમાં મતદાન કરવા નહીં દે, કારણ કે આપણે હિંદુ છીએ. જેહાદીઓ સવારથી મારા ઘરની સામે બેસી જશે. પોલીસ ઓડિયન્સ ગેલેરીમાં જશે. આપણે તરત જ જાગી જવું જોઈએ. હું આ વિજ્ઞાનનગરીમાં બેઠો છું. 10 કિલોમીટર દૂર ઘાટકપુર અને ભાંગરમાં ચાર હિંદુ વિસ્તારો છે. બંને વિસ્તારના હિંદુઓને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. બસંતી એક્સપ્રેસ વે ઇસ્લામાબાદ બની ગયો છે. મતદાર કાર્ડ દ્વારા મતદાન થયું ન હતું. સ્લીપ દ્વારા મતદાન થયું હતું. અમે બંગાળમાં લોકશાહી ઈચ્છીએ છીએ. ધાનેખલી, કેશપુર, ઈન્દાસ, પતરાસેર, શિતલાકુચીમાં હિન્દુઓને મતદાન કરવા દેવામાં આવ્યું ન હતું. 

હું ચૂંટણીના દિવસે ગુંડાઓને ઘરમાં બંધ રાખવા માંગુ છું. અમે ઈચ્છીએ છીએ કે કેન્દ્રીય દળોને મતદાર કાર્ડ જોવાનો અધિકાર આપવામાં આવે. હું રાજ્યપાલ પાસે ગયો. રાષ્ટ્રપતિને મેલ કર્યો. હું કહેવા માંગુ છું કે પશ્ચિમ બંગાળનું બંધારણ ખતમ થઈ ગયું છે. અમે બંધારણને બચાવવા માંગીએ છીએ. સંગઠનાત્મક નબળાઈ, નેતૃત્વની કટોકટી અને પછી મતોની જેહાદી લૂંટ ચાલી રહી છે.

પીએમ મોદીએ આપ્યું હતું 'સબકા સાથ, સબકા વિકાસ'નું સૂત્ર

જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ની સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન “સબકા સાથ, સબકા વિકાસ”નો નારો આપ્યો હતો. આ સૂત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી પ્રચારનું મુખ્ય સૂત્ર બની ગયું હતું અને તેનો ઉદ્દેશ્ય તમામ ભારતીયોના સમાવેશી અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આ સૂત્ર ભારતના તમામ નાગરિકો, ખાસ કરીને પછાત અને વંચિત વર્ગોના વિકાસ અને સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આ સમાચાર શેર કરો