VIDEO: 'હિન્દીએ ઉત્તર ભારતની સ્થાનિક ભાષાને ખતમ કરી', સનાતન બાદ ભાષા મુદ્દે સ્ટાલીનનું વિવાદિત નિવેદન
તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનને જાહેર મંચ પર સનાતન ધર્મનો વિરોધ કર્યાં બાદ હવ

તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનને જાહેર મંચ પર સનાતન ધર્મનો વિરોધ કર્યાં બાદ હવે હિન્દી ભાષા પર નિશાન સાધ્યું છે. સ્ટાલિને ચેતવણી આપી કે, હિન્દીના કારણે તમિળ ભાષા ખતમ થઈ શકે છે. આ દરમિયાન ફન્ડના મામલે વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર પર પણ સવાલ કરવામાં આવ્યાં. 2023માં સ્ટાલિને સનાતન ધર્મની તુલના કોવિડ જેવી બીમારી સાથે કરી હતી.
હિન્દીએ ઉત્તર ભારતની સ્થાનિક ભાષાને ખતમ કરી દીધી
મંગળવારે રાજધાની ચેન્નઈમાં વિપક્ષી ગઠબંધન INDIA ની પાર્ટીએ કેન્દ્ર સરકાર સામે દેખાવ કર્યો હતો. મળતી માહિતી મુજબ આ દરમિયાન સ્ટાલિને કહ્યું કે, 'હિન્દીએ ઉત્તર ભારતના રાજ્યોની સ્થાનિક ભાષા જેમ કે, રાજસ્થાની, હરિયાણવી, ભોજપુરી સહિત અન્ય બિહારી ભાષાને ખતમ કરી દીધી છે અને પ્રમુખ સ્થાનિક ભાષા બની ગઈ છે. જો તમિલનાડુમાં તેને લાગુ કરવામાં આવશે, તો અહીં પણ આવું જ થશે.'
https://twitter.com/Udhaystalin/status/1891864726814195790
ભાષા માટે જીવ આપવા હજારો તૈયાર છે
સ્ટાલિને કહ્યું કે, 'વિદેશ અને ISRO જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરી રહેલાં લગભગ 90 ટકા તમિળ એવી સ્કૂલમાં હતાં, જ્યાં હિન્દી ભણાવવામાં નથી આવતી. ગત 100 વર્ષોમાં શિક્ષા અને હિન્દી લાગુ કરવાના મુદ્દે તમિલનાડુમાં મોટા દેખાવ થયા છે. થલમુથુ, નટરાજન અને કીઝપાલુપર ચિન્નાસ્વામી જેવા શહીદોએ રાજકારણ નહીં, પરંતુ તમિળ માટે પોતાનો જીવ ગુમાવી દીધો. અમારી ભાષા માટે જીવ આપવા માટે હજારો લોકો તૈયાર છે.'
આ દરમિયાન સ્ટાલિને ચેતવણી આપી કે, જો રાજ્યને ફન્ડ મળવાનું બંધ થશે તો રાજ્ય સ્તરે વિરોધ શરૂ થશે. વિરોધ દેખાવમાં સામેલ વીસીકેના અધ્યક્ષ તોલ તિરૂમવલાવનનું કહેવું છે કે, ભાજપ હિન્દી એટલે થોપી રહી છે. કારણ કે, તે 'એક રાષ્ટ્ર એક ભાષા'ની નીતિ લાગુ કરવા ઈચ્છે છે, જેથી હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવી શકાય.
સનાતન પર સવાલ
સપ્ટેમ્બર 2023માં એક કાર્યક્રમ દરમિયાન ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે, અમુક વસ્તુ છે, જેનોસ વિરોધ નથી થઈ શકતો, તેને ઉખાડી જ દેવું પડે. જેમ ડેન્ગ્યુ, મચ્છર, મલેરિયા અથવા કોરોના વાઈરસને ખતમ કરવાની જરૂર છે, એવી જ રીતે આપણે સનાતનને ઉખાડીને ફેંકી દેવું પડશે.'







