મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સોનલ ઓડેદરાના પુસ્તક "જીવન કી રાહે"નું ધ ઇન્ટરનેશનલ રોરિચ આર્ટ ગેલેરીમાં કરાયું અનાવરણ

અમદાવાદ ખાતે રહેતા સોનલ ઓડેદરા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ સાથે હિન્દી સ

સોનલ ઓડેદરાના પુસ્તક "જીવન કી રાહે"નું  ધ ઇન્ટરનેશનલ રોરિચ આર્ટ ગેલેરીમાં કરાયું અનાવરણ

અમદાવાદ ખાતે રહેતા સોનલ ઓડેદરા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ સાથે  હિન્દી સાહિત્યનો પણ ખૂબ શોખ ધરાવે છે. પોતાના શોખને ઉજાગર કરતી કવિતાઓના સંગ્રહની બુક "જીવન કી રાહે " પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું. આ બુક લોન્ચ ઇવેન્ટ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના નગર ગામમાં ધ ઇન્ટરનેશનલ રોરિચ આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યું હતું. ઈન્ડિયન ક્યુરેટર સુરેશકુમાર નડ્ડા, રશિયન ક્યુરેટર લારિસ સરગીના, આર્ટ ડે ફોટોના ફાઉન્ડર અને નેશનલ આર્ટિસ્ટ એસોસિએશનના કો ફાઉન્ડર અતુલ પડિયાના શુભ હસ્તે આ બુકનું લૉન્ચ કરવામાં આવ્યું હતું. 

"જીવન કી રાહે" પુસ્તકમાં જીવનના ઉતાર–ચઢાવ, અનુભવો અને દરેક પરિસ્થિતિની સામે કેમ ઊભું રહેવું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં જીવનની દરેક પરિસ્થિતિમાંથી ઝઝૂમ્યા બાદ મહાદેવની ભક્તિના માર્ગે જઈ કેદારનાથ સુધીની સફર, મહાદેવના પ્રતાપે જીવનમાં થયેલા ચમત્કારોનો સાર છે. લેખિકાએ આ પુસ્તક તેમના પિતા રામભાઈ કેશવાલાને સમર્પિત કરી છે. આ પુસ્તકમાં અણધારી આફતમાં મળેલો પિતાનો સાથ અને માતા પ્રત્યેનો પ્રેમ છલકાઈ આવે છે.  લેખિકા સોનલ ઓડેદરાની આ  "જીવન કી રાહે" આત્માથી શિવ સુધીની સફર  વાચકોને ઘણું શીખવાડશે.

આ સમાચાર શેર કરો