Video: ડાકોર ખાતે વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતાનું જ્ઞાન વધે તે માટે કરાયું પુસ્તકનું વિમોચન
શિક્ષક દિન નિમિત્તે ડાકોર ખાતે યજુર્વેદી ભૂ દેવ ઘ્વારા સનાતન ધર્મમા હિન્દુઓને અવગત કરતા
શિક્ષક દિન નિમિત્તે ડાકોર ખાતે યજુર્વેદી ભૂ દેવ ઘ્વારા સનાતન ધર્મમા હિન્દુઓને અવગત કરતા એક પુસ્તકનું વિમોચન કરાયું છે. રણછોડરાય મંદિર ખાતે ગુજરાત ભરમાંથી વેદપાઠી બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે જીગ્નેશભાઈ પંડ્યાના હાથે રચિત " શ્રી શુકન યજુર્વેદ સંહિતા " નુ નવુ આવરણ બહાર પડાયું છે. સંસ્કૃતનું અધ્યયન કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને આ પુસ્તક ઘ્વારા નવતર જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી તેનું વિમોચન કરાયું છે. જેમાં વૈદિક, સામાજિક તેમજ શાસ્ત્રોક વિધિનુ હિન્દુ સંસ્કૃતિમા સવિશેષ મહત્વ, તેના ઉપયોગોથી જીવન શુદ્ધ - સાત્વિક જીવવાની તેમજ મોક્ષ પ્રાપ્તિનુ સુંદર નિદર્શન કરાયું છે.




