Video: ગોરખપુરમાં SIR કેમ્પ

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા એટલે કે SIR અંતર્ગત વિવિધ સ્થળોએ સહાયતા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. મતદાર યાદીમાં નામ નોંધાવવા અને પહેલેથી નોંધાયેલા નામોમાં સુધારા કરાવવા માટે લોકો કેમ્પમાં પહોંચી રહ્યા છે. સેન્ટ એન્ડ્રુઝ ઇન્ટર કોલેજ અને મંગલા દેવી માતા મંદિર ખાતે મતદાર સહાયતા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. અહીં મતદારોને નામ નોંધણી, વિગતોમાં સુધારા અને જરૂરી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કેમ્પમાં સ્થાનિક લોકો પોતાના દસ્તાવેજો સાથે પહોંચીને મતદાર યાદી સંબંધિત કામગીરી કરાવી રહ્યા છે. SIR પ્રક્રિયા અંતર્ગત મતદાર યાદીને સુધારવા અને વિગતો ચકાસવાની કામગીરી ચાલી રહી છે.
જાહેરાત













