Video: ગોરખપુરમાં છઠ્ઠ પૂજાનો ઉત્સાહ

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં છઠ્ઠ પૂજાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી રહી છે. રાપ્તી નદીના ઘાટ પર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ નદીના કિનારે પૂજા અર્ચના કરી હતી. શ્રદ્ધાળુઓએ છઠ્ઠી મૈયાની આરાધના કરી પરિવારની સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ઘાટ પર ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. છઠ્ઠ પૂજાને લઈને સમગ્ર વિસ્તારમાં ધાર્મિક આસ્થા અને ઉત્સવનો માહોલ છવાયો છે.
જાહેરાત







