Video: ગોરખપુરમાં મિલાદની તૈયારીઓ દરમિયાન ગેસ સિલિન્ડર સાથે અકસ્માત સર્જાતા આઠ લોકો ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં મિલાદની તૈયારીઓ દરમિયાન ગેસ સિલિન્ડર સાથે અકસ્માત સર્જાતા આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘરમાં ગેસનો ચૂલો ડિસ્કનેક્ટ કરતી વખતે અચાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા આઠેય લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર પણ દોડતું થયું હતું. પરિવારજનોએ સમગ્ર ઘટના અંગે પોતાની આપવીતી જણાવી હતી.
જાહેરાત















