Video: ગોરખપુરમાં સપાના રોડ શો દરમિયાન થયેલા કરુણ અકસ્માત મામલે નિવેદનબાજી અને મુલાકાતોનો દોર

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ અખિલેશ યાદવે રોડ શો યોજીને પોતાની રાજકીય તાકાતનું પ્રદર્શન કર્યું હતું. સપાની પીડીએ રથયાત્રા દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં સ્વાગત માટે લવાયેલા જેસીબી ટક્કરથી ભાજપ નેતા ઓમકાર સિંહના 14 વર્ષીય પુત્ર આર્યવર્ધન સિંહના મોત મામલે એમ્સ પોલીસે કેસ નોંધ્યો છે. આ ઘટના બાદ રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં બુલડોઝરની અડફેટે જીવ ગુમાવનાર પરિવારના શોકગ્રસ્ત સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત કરી...
બીજી તરફ, આ મામલે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ શરૂ થયા છે. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર રાજકારણ કરનારા લોકોએ યાદ રાખવું જોઈએ કે લખનઉ અગ્નિકાંડમાં યુવાન મૃતકની દુઃખી માતા સાથે કેવું દુર્વ્યવહાર કરીને તેમને ધમકી આપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે શોકનું નાટક કરનારાઓનો ઢોંગ જનતા સમજી ચૂકી છે.
ગોરખપુર રોડ શો દુર્ઘટના મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ આ ઘટનાને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે શરૂ થયેલી રાજકીય નિવેદનબાજી આગામી દિવસોમાં વધુ તીવ્ર બને તેવા સંકેત મળી રહ્યા છે.














