Video: ફિક્કીના મંચ પરથી પીએમ મોદીનો ઉદ્યોગ જગતને સીધો સવાલ: જવાબદારી ક્યારે નિભાવશો?

આર્થિક સુધારા, સરળ કરપ્રણાલી અને કંપનીઓને આપવામાં આવેલી મોટી રાહતો બાદ હવે કેન્દ્ર સરકારે કોર્પોરેટ જગતની જવાબદારી પર સીધા સવાલો ઉઠાવ્યા છે. નવી દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલી ફિક્કી એટલે કે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વાર્ષિક સામાન્ય સભા અને સંમેલનને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઉદ્યોગ જગતને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. કોર્પોરેટ ટેક્સમાં ઐતિહાસિક ઘટાડા અને અન્ય નીતિગત સુધારાઓ પછી, શું કંપનીઓએ રોજગાર સર્જન અને કર્મચારીઓની આવક વધારવા માટે પૂરતા પગલાં લીધા છે,
ફિક્કીના શતાબ્દી વર્ષના કાર્યક્રમમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ પણ ચેતવણી આપી કે આગળ વધવા માટે સમય-સમયે આત્મચિંતન કરવું જરૂરી છે અને આ વાત માત્ર વ્યક્તિ પૂરતી નહીં, પરંતુ ઉદ્યોગ અને દેશને પણ લાગુ પડે છે. ઉદ્યોગ જગતે આત્મચિંતન કરીને નક્કી કરવું પડશે કે આગામી 20 વર્ષમાં શું હાંસલ કરવું છે અને 2047ના 'વિકસિત ભારત'ના નિર્માણમાં તેઓ કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે છે.
ફિક્કીના શતાબ્દી વર્ષના મંચ પરથી વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે માત્ર સરકારી નીતિઓનો લાભ લેવાને બદલે ઉદ્યોગ જગતે રોજગાર, કર્મચારી કલ્યાણ અને આત્મનિર્ભરતા માટે નક્કર કદમ ઉઠાવવા પડશે, જેથી 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય સાકાર થઈ શકે.














