Video: પટિયાલામાં પંજાબ યુથ કોંગ્રેસનો હોબાળો

પંજાબના પટિયાલામાં પંજાબ યુથ કોંગ્રેસના પ્રમુખ શુભમ શર્મા સહિત અનેક કાર્યકરોએ પંજાબ પબ્લિક સર્વિસ કમિશનની કચેરીમાં બળજબરીથી પ્રવેશ કર્યો હતો. યુથ કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં કાર્યકરો કમિશનની કચેરીએ પહોંચ્યા હતા. ત્યારબાદ કાર્યકરોએ કચેરીમાં પ્રવેશ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે કચેરી પરિસરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કાર્યકરોના આ પગલાને કારણે વહીવટી તંત્રમાં દોડધામ જોવા મળી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચા જાગી છે.
જાહેરાત












