મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદેના હેલિકોપ્ટરમાં ઉડાન ભરતા પહેલા જ આવી ટેકનિકલ ખામી! જાણો શું થયું

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદેના હેલિકોપ્ટરમાં ઉડાન ભરતા પહેલા જ આવી ટેકનિકલ ખામી! જાણો શું થયું
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી CM) એકનાથ શિંદેના હેલિકોપ્ટરમાં ગુરુવારે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા દોડધામ મચી ગઈ હતી. પંઢરપુરથી મુંબઈ પરત ફરતી વખતે હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા તે ઉડાન ભરી શક્યું ન હતું. સદનસીબે, ટેક-ઓફ પહેલા જ આ ખામી ધ્યાનમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી અને એકનાથ શિંદે સહિત તમામ લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

શું હતી ટેકનિકલ ખામી?

જાહેરાત

પ્રાથમિક માહિતી અનુસાર, એકનાથ શિંદે પંઢરપુરથી મુંબઈ જવા માટે હેલિકોપ્ટરમાં રવાના થવાના હતા, પરંતુ હેલિકોપ્ટરની બેટરીમાં અચાનક ખામી સર્જાઈ હતી. બેટરીમાં ટેકનિકલ સમસ્યા ઊભી થવાને કારણે પાયલોટ હેલિકોપ્ટરને ટેક-ઓફ કરાવી શક્યા ન હતા.

પુણેના રસ્તે મુંબઈ જવા રવાના થયા શિંદે

હેલિકોપ્ટર ઉડાન ભરવામાં અસમર્થ રહેતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પુણેના રસ્તે (રોડ માર્ગે પુણે જઈને) મુંબઈ આવવા માટે રવાના થયા હતા. તેમની સાથે મુસાફરી કરી રહેલા તમામ અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ પણ સુરક્ષિત છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત