Video: ઇમ્ફાલમાં ચાર યુવકોના પાર્થિવ દેહ સોંપાયા

મણિપુરના ઇમ્ફાલમાં ખોંગબલ તંગખુલના સુનુરોક ગામ નજીક માર્યા ગયેલા ચાર યુવકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ચારેય યુવકોના પાર્થિવ દેહ ઇમ્ફાલ પહોંચતા જ પરિવારજનો અને સ્થાનિક લોકો એકત્રિત થયા હતા. JAC એટલે કે સંયુક્ત કાર્યવાહી સમિતિના સભ્યો અને મૃતકોના પરિવારજનોએ પાર્થિવ દેહ સ્વીકાર્યા હતા. આ દરમિયાન સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. યુવકોના મોતને પગલે પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી પ્રસરી છે. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે પણ શોક અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
જાહેરાત












