મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાગઠબંધનનો CM ફેસ કોણ હશે? શરદ પવારે કર્યો ખુલાસો

મહારાષ્ટ્રમાં થોડા મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા રા

મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાગઠબંધનનો CM ફેસ કોણ હશે? શરદ પવારે કર્યો ખુલાસો

મહારાષ્ટ્રમાં થોડા મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા રાજ્યનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષ સતત શિંદે સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. MVAનું એમ પણ કહેવું છે કે મહાયુતિ ગઠબંધનમાં બધુ બરાબર નથી. આ વચ્ચે NCPના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે વિપક્ષના CM ફેસને લઇને સ્પષ્ટતા કરી છે.

શરદ પવારે શું કહ્યું?

શરદ પવારે કહ્યું કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહાવિકાસ અઘાડી (MVA)એ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવાની કોઇ જરૂર નથી. કોલ્હાપુરમાં પત્રકારો સાથે વાત કરતા NCPના અધ્યક્ષ શરદ પવારે કહ્યું, મુખ્યમંત્રી કોણ બનશે? તેનો નિર્ણય ચૂંટણી પરિણામ પછી કરી શકાય છે.

આ ફોર્મૂલા પર નક્કી થશે મુખ્યમંત્રી

શરદ પવારે કહ્યું કે ગઠબંધનમાં સૌથી વધુ બેઠક જીતનારી પાર્ટીના આધાર પર મુખ્યમંત્રી પદનો ઉમેદવાર નક્કી કરવામાં આવશે. પવારે કહ્યું કે, તે ઇચ્છે છે કે MVA બેઠક વહેંચણીની પ્રક્રિયા પૂર્ણ કરે અને જલદી ચૂંટણી અભિયાન શરૂ કરે.

જલદી બનાવવી પડશે ચૂંટણી રણનીતિ

શરદ પવારે કહ્યું, MVA નેતાઓએ 7થી 9 સપ્ટેમ્બર વચ્ચે વાતચીત માટે બેસવું જોઇએ. શરદ પવારને આશા છે કે નવેમ્બરના બીજા અઠવાડિયા સુધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ જશે.

MVAમાં વધુ પાર્ટીઓને લાવવા પર ચર્ચા

શરદ પવારે કહ્યું કે શિવસેના (UBT), NCP, SP અને કોંગ્રેસ મળીને બનેલા MVA વચ્ચે વાતચીતમાં પીજેંટ્સ એન્ડ વર્કસ પાર્ટી (PWP), CPI અને CPMને પણ સામેલ કરવા જોઇએ. શરદ પવારે કહ્યું કે આ પાર્ટીઓનું રાજ્યમાં કેટલાક વિસ્તારમાં પ્રભાવ છે અને તેમને લોકસભા ચૂંટણીમાં પણ MVAની મદદ કરી છે.

આ સમાચાર શેર કરો