મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

એક જ પરિવારના બે સભ્યો એક સાથે રાજ્યસભા સાંસદ બનશે, શરદ પવાર- પૌત્ર પાર્થે નોંધાવી ઉમેદવારી

મહારાષ્ટ્રના શક્તિશાળી પવાર પરિવારના બે સભ્યો એક સાથે રાજ્યસભા સાંસદ બનવા જઈ રહ્યા

એક જ પરિવારના બે સભ્યો એક સાથે રાજ્યસભા સાંસદ બનશે, શરદ પવાર- પૌત્ર પાર્થે નોંધાવી ઉમેદવારી

મહારાષ્ટ્રના શક્તિશાળી પવાર પરિવારના બે સભ્યો એક સાથે રાજ્યસભા સાંસદ બનવા જઈ રહ્યા છે. આમાં NCPના સ્થાપક શરદ પવાર અને તેમના  ભત્રીજા અને મહારાષ્ટ્રના પૂર્વ ડે. સીએમ અજીત પવારના પુત્ર પાર્થ પવારનો સમાવેશ થાય છે.  શરદ પવાર અને પાર્થ પવારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે.

પાર્થ પવારના પિતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવારનું 28 જાન્યુઆરીએ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. શરદ પવાર ચાર વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને કેન્દ્રમાં સંરક્ષણમંત્રી અને કૃષિમંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ આગામી રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) ના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે, જ્યારે પાર્થ NCP વતી ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસે બુધવારે રાજ્યસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી મહા વિકાસ આઘાડી (MVA) ના ઉમેદવાર તરીકે શરદ પવારને ટેકો આપવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં રાજ્યસભાની સાત બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાંથી MVA એક જીતે તેવી શક્યતા છે. 

આ સમાચાર શેર કરો