મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જોધપુરના SDMનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત, રાજસ્થાન CM ભજનલાલ પણ થયા દુ:ખી

જોધપુરના SDM પ્રિયંકા બિશ્નોઇનું અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.જોધપુરના SDMન

જોધપુરના SDMનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત, રાજસ્થાન CM ભજનલાલ પણ થયા દુ:ખી

જોધપુરના SDM પ્રિયંકા બિશ્નોઇનું અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.જોધપુરના SDMના નિધન પર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ દુ:ખી થયા છે. પરિવારજનોએ ડૉક્ટર પર ઓપરેશનમાં બેદરકારીનો આરોપ લગાવતા જોધપુરના SDMને વધુ સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા હત જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.

જોધપુરના SDMનું નિધન

પ્રિયંકા બિશ્નોઇનું અમદાવાદમાં એક હૉસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. 5 સપ્ટેમ્બરે ગાંઠના ઓપરેશન માટે જોધપુરમાં વસુંધરા હોસ્પિટલમાં પ્રિયંકા બિશ્નોઇને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સર્જરી દરમિયાન તેમનુ સ્વાસ્થ્ય બગડ્યું હતું તો પરિવારજનો 7 સપ્ટેમ્બરે અમદાવાદ લાવ્યા હતા. પરિવારજનોએ સર્જરી દરમિયાન બેભાન કરવાની દવા પણ ખોટી રીતે આપવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોનું કહેવુ છે કે વસુંધરા હોસ્પિટલના ડૉક્ટરોએ આ ઘટનાની યોગ્ય જાણકારી પણ આપી નહતી.

કોણ હતા જોધપુરના SDM પ્રિયંકા બિશ્નોઇ?

મહત્ત્વપૂર્ણ છે કે પ્રિયંકા બિશ્નોઇ 2016ની બેન્ચના RAS અધિકારી હતા. તે રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નોખા ગામના હતા, તેમના પિતા વકીલ છે અને સસુર સહીરામ બિશ્નોઇ રાજસ્થાન પોલીસ વિભાગમાં અધિકારી રહી ચુક્યા છે. પ્રિયંકા બિશ્નોઇના લગ્ન ફલોદી જિલ્લાના સુરપુરાના આબકારી ઇંસ્પેક્ટર વિક્રમ બિશ્નોઇ સાથે થયા હતા. પ્રિયંકા ફરજ દરમિયાન અવાર નવાર રાજસ્થાનની પારંપરિક ડ્રેસ અને ઘૂંઘટમાં જોવા મળતા હતા. જનસેવા કરતા પ્રશંસનીય કામગીરી માટે તાજેતરમાં 15 ઓગસ્ટે સ્વતંત્રતા સમારંભમાં રાજ્ય સરકારે પ્રિયંકા બિશ્નોઇને સમ્માનિત પણ કર્યા હતા. પ્રિયંકા ડૂંગરપુર, ચુરૂ, વિજયનગરમાં ફરજ બજાવી ચુક્યા છે. એક ઓગસ્ટે જ તેમને જોધપુરમાં જોઇન કર્યું હતું.

આ સમાચાર શેર કરો