મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સૈફ પર હુમલો કરનાર આરોપી કેવી રીતે પકડાયો? 5 દિવસની પોલીસ કસ્ટડીમાં હુમલાખોર

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. મુંબઇ પ

સૈફ પર હુમલો કરનાર આરોપી કેવી રીતે પકડાયો? 5 દિવસની પોલીસ કસ્ટડીમાં હુમલાખોર

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. મુંબઇ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પૂછપરછ કરી રહી છે. હવે મુંબઇ પોલીસે આરોપીની ધરપકડ બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને હુમલાખોરની પૂછપરછ બાદ સામે આવેલી જાણકારીનો ખુલાસો કર્યો છે. હુમલાખોરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે આરોપીને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે.

મુંબઇ પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે અને તેની ઉંમર 30 વર્ષ છે. પોલીસે કહ્યું કે આરોપી પાસે કોઇ ભારતીય દસ્તાવેજ નથી અને તેના બાંગ્લાદેશી હોવાનો શક છે. આરોપી 5-6 મહિના પહેલા જ મુંબઇ આવ્યો હતો અને હાઉસકીપિંગ એજન્સીમાં કામ કરતો હતો.

ઘટના બાદ આરોપીએ ફોન ઓફ કર્યો હતો

ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. તે બાદ તેને પોતાનો ફોન ઓન કર્યો અને એક કોલ કર્યો હતો. વાત થયા બાદ તેને ફરી ફોનને બંધ કરી દીધો હતો. માર્કેટ કે રસ્તામાં ક્યાંય પણ CCTV જોવા મળતા હતા તો આરોપી પોતાનો ચહેરો છુપાવી લેતો હતો. પોલીસે તેના ફોનને ટ્રેસ કર્યો અને જ્યાં જ્યાં આરોપીની હાજરી જોવા મળી ત્યા એક્ટિવ મોબાઇલ નંબરના આંકડા ભેગા કર્યા હતા.

પોલીસે ફોન નંબર કર્યો ટ્રેસ

પોલીસે સૈફ અલી ખાનના ઘર, બાંદ્રા રેલવે સ્ટેશન, દાદરમાં નંબરને ભેગા કર્યા હતા. એક મોબાઇલ નંબર ત્રણેય જગ્યાએ એક્ટિવ જોવા મળ્યો હતો. જે નંબર પર આરોપીએ કોલ કર્યો હતો તેનો ડેટા કાઢીને પોલીસે તેના પર કોલ કર્યો હતો. તે બાદ તે લોકોને જઇને મળી હતી અને તેમને આરોપીની તસવીર બતાવી હતી. તે લોકોએ આરોપીની ઓળખ કરી હતી અને કહ્યું કે તે આ લોકો સાથે અહીં મજૂરીનું કામ કરે છે.

આ રીતે ઝડપાયો મુખ્ય આરોપી

તે બાદ પોલીસે આરોપીની ધરપકડ માટે અલગ અલગ વિભાગની 30 ટીમ બનાવી હતી. પોલીસ ટીમે થાણે વેસ્ટના હીરાનંદાની એસ્ટેટમાં બનેલા TCS કોલ સેન્ટરની પાછળ ચાલી રહેલા મેટ્રો સ્થળ પર દરોડા પાડ્યા હતા. આરોપી અહીં લેબર કેમ્પમાં સંતાયેલો હતો. સુત્રો અનુસાર આરોપીએ પોલીસને જણાવ્યું કે તે ચોરીના ઇરાદે જ સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો હતો, તેને ખબર નહતી કે આ સૈફ અલી ખાનનું ઘર ચે. પોલીસ અનુસાર આરોપી 5-6 મહિના પહેલા જ મુંબઇ આવ્યો હતો.

ક્યા ઇરાદે સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો હતો હુમલાખોર?

સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કર્યા બાદ આરોપીના ઘરમાં ઘુસવાનો ઇરાદો શું હતો આ નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું હતું. તે ચોરી કરવા ગયો હતો કે પછી કોઇને જાનથી મારવા તેને લઇને હવે જાણકારી સામે આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપી ચોરીના ઇરાદે સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો હતો અને તેને ખબર નહતી કે તે જે ઘરમાં ચોરી કરવા જઇ રહ્યો છે તે બોલિવૂડ એક્ટરનું ઘર છે.

72 કલાક પછી ઝડપાયો હુમલાખોર

મુંબઇ પોલીસની 30થી વધુ ટીમ સતત આરોપીની શોધખોળમાં લાગી હતી. ઘટનાના 72 કલાકની અંદર જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં હુમલાખોરને રજૂ કરવામાં આવશે અને તે બાદ પોલીસ હોસ્પિટલમાં દાખલ સૈફ અલી ખાનનું નિવેદન પણ નોંધશે.

આ પણ વાંચો: સૈફ અલી ખાન પર હુમલો કરનાર શખ્સ બાંગ્લાદેશી હોવાની આશંકા, જાણો કઈ રીતે ઝડપાયો આરોપી

શું છે ઘટના?

15 જાન્યુઆરીએ રાત્રે 2 વાગ્યે સૈફ અલી ખાનના ઘરમાં એક અજાણ્યો શખ્સ ઘુસી ગયો હતો. જ્યારે તે શખ્સ પર ઘરની નોકરાણીની નજર પડી તો તે બુમો પાડવા લાગી હતી. સૈફ અને કરીના અવાજ સાંભળીને ત્યાં પહોંચ્યા તો આરોપીએ સૈફ અલી ખાનને એક પછી એક 6 વખત ચાકુના ઘા માર્યા હતા. આ દરમિયાન સૈફ અલી ખાન ઘાયલ થયો હતો અને તે બાદ તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સૈફ અલી ખાનની સર્જરી કરવામાં આવી હતી અને હવે એક્ટર ખતરાથી બહાર છે.

આ સમાચાર શેર કરો