મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સૈફ અલી ખાન પર હુમલો કરનાર શખ્સ બાંગ્લાદેશી હોવાની આશંકા, જાણો કઈ રીતે ઝડપાયો આરોપી

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે મુંબઈ પોલીસે મુખ્ય આરોપી હુમલાખોરને

સૈફ અલી ખાન પર હુમલો કરનાર શખ્સ બાંગ્લાદેશી હોવાની આશંકા, જાણો કઈ રીતે ઝડપાયો આરોપી

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે મુંબઈ પોલીસે મુખ્ય આરોપી હુમલાખોરને પકડી પાડ્યો છે. પોલીસે આરોપીનું સાચું નામ જાહેર કરતાં જણાવ્યું કે તે મોહમ્મદ શરીફુલ ઈસ્લામ  શહેજાદ છે. તે બાંગ્લાદેશી હોવાની આશંકા છે કેમ કે તેની પાસે કોઈ ભારતીય પુરાવા નથી. તે પોતાની ઓળખ છુપાવવા માટે વિજય દાસ, બિજોય દાસ કે પછી BJ તરીકે પોતાની ઓળખ આપી રહ્યો હતો. હાલમાં તેની ધરપકડ કરી ખાર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે.

  આરોપી બાંગ્લાદેશનો વતની હોઈ શકે

પ્રાથમિક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આરોપી પોતાનું નામ બિજોય દાસ કે પછી મોહમ્મદ ઈલિયાસ જેવા નામો આપી રહ્યો હતો. જોકે પોલીસે પૂછપરછ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પકડાયેલો આ આરોપી બાંગ્લાદેશનો વતની હોઈ શકે છે અને તે 5-6 મહિના પહેલાં જ તે મુંબઈ આવ્યો હોવાની ચર્ચા છે.

મોડી રાતે લગભગ 100 જેટલી ટુકડી સાથે કાર્યવાહી કરતાં પોલીસે થાણેના હીરાનંદાણી એસ્ટેટની નજીક બનેલા લેબર કેમ્પ નજીક આવેલી ઝાડીઓમાંથી તેને પકડી પાડ્યો હતો. આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. જ્યાં રિમાંડની માગ કરાશે. 

આ પણ વાંચો: સૈફ અલી ખાન પર હુમલો કરનાર મુખ્ય આરોપી થાણેથી ઝડપાયો, મુંબઇ પોલીસને મળી સફળતા

સૈફ પર ચપ્પાથી 6 વખત હુમલો કર્યો હતો 

ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન પર મોડી રાતે ઘરમાં ઘૂસીને ચપ્પાથી હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ હુમલો ચોરીના ઈરાદે કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે હવે અસલ ચોર પકડાઈ ગયો છે. ત્યારે તે સૈફના ઘરમાં કેમ ઘૂસ્યો હતો તેના રહસ્યો ઉઘાડા પડશે. હાલમાં સૈફની હાલત સ્થિર છે અને તે રિકવરી મોડમાં છે. ગઇકાલે જ ડૉક્ટરોએ તેનું હેલ્થ અપડેટ આપ્યું હતું જેમાં તે ઝડપથી રિકવર થઇ રહ્યો હોવાની જાણકારી આપી હતી. સૈફની સર્જરી પણ સફળ રહી હતી. 

આ સમાચાર શેર કરો