મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સૈફ અલી ખાન પર હુમલો કરનાર મુખ્ય આરોપી થાણેથી ઝડપાયો, મુંબઇ પોલીસને મળી સફળતા

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મુખ્ય આર

સૈફ અલી ખાન પર હુમલો કરનાર મુખ્ય આરોપી થાણેથી ઝડપાયો, મુંબઇ પોલીસને મળી સફળતા

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપીની ઠાણેથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનું નામ મોહમ્મદ આલિયાન છે. ધરપકડથી બચવા માટે તે  પોતે વિજય દાસ છે તેમ સતત રટણ કરી રહ્યો હતો. પોતાનું નામ ખોટું જણાવી રહ્યો હતો.

16 જાન્યુઆરીની રાત્રે ઘરમાં ઘૂસીને સૈફ પર હુમલો કર્યો

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી 16 જાન્યુઆરીની રાત્રે ઘરમાં ઘૂસી ગયો હતો અને સૈફ અલી ખાન પર છરીથી હુમલો કર્યો હતો. પોલીસે તેને હીરાનંદાની એસ્ટેટમાં એક બાંધકામ સ્થળ સુધી શોધી કાઢ્યો હતો, જ્યાં તે ગીચ ઝાડીઓમાં છુપાયેલો હતો. આરોપીની  લાંબી શોધખોળ બાદ, તેને પકડી લેવામાં આવ્યો અને બાંદ્રા પોલીસને સોંપવામાં આવ્યો.

કોર્ટમાં રજૂ કરવામાં આવશે

હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ તેની કસ્ટડીની માંગ કરશે. તેની ધરપકડથી આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે. આરોપી હુમલો કરનાર ઠાણેના રિકી બારમાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે કામ કરતો હતો. મુંબઈ પોલીસ સવારે 9 વાગ્યે ડીસીપી ઝોન IX ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે.

આરોપી બારમાં કામ કરતો હતો


જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી થાણેના રિકી બારમાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે કામ કરતો હતો. પોલીસ આરોપીને રિમાન્ડ પર લેશે અને તેની પૂછપરછ કરશે કે તે સૈફ અલી ખાનના ઘરમાં કેમ ઘુસ્યો, તેનો હેતુ શું હતો અને તેણે સૈફ અને તેના સ્ટાફ પર ઘાતક હુમલો કેમ કર્યો.

તેના પોસ્ટરો મુંબઈ અને આસપાસના સ્થળોએ લગાવવામાં આવ્યા હતા

આરોપી હુમલાખોરની ધરપકડ પહેલા, સૈફ અલી ખાનના ઘરની સીડીઓ પરથી ઉતરતા સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા તેના પોસ્ટરો મુંબઈ અને આસપાસના સ્થળોએ લગાવવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: સૈફ અલી ખાન પર હુમલા કેસમાં છત્તીસગઢના દુર્ગથી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત

છત્તીસગઢમાં પણ શંકાસ્પદની ધરપકડ

છત્તીસગઢના દુર્ગમાં એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધા બાદ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની એક ટીમ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવા માટે દુર્ગ પહોંચી હતી, જેની ઓળખ 31 વર્ષીય આકાશ કૈલાશ કનોજિયા તરીકે થઈ છે. છત્તીસગઢ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ શંકાસ્પદ વ્યક્તિને દુર્ગ જિલ્લામાં જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેનમાં ચઢી રહ્યો હતો ત્યારે તેને અટકાવ્યો. મુંબઈ પોલીસે શંકાસ્પદ વ્યક્તિનો ફોટો અને સ્થાન આપીને રેલવે પોલીસને ચેતવણી આપી હતી.

આ સમાચાર શેર કરો