Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rs.5.13 crore fined to contractors for serving bad food in railways, 6 contracts canceled- 54 show-cause notices

રેલવેમાં ખરાબ ભોજન આપનારા કોન્ટ્રાક્ટરોને રૂ.5.13 કરોડનો દંડ, 6 કોન્ટ્રાક્ટ રદ- 54ને શો-કોઝ નોટિસ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
રેલવેમાં ખરાબ ભોજન આપનારા કોન્ટ્રાક્ટરોને રૂ.5.13 કરોડનો દંડ, 6 કોન્ટ્રાક્ટ રદ- 54ને શો-કોઝ નોટિસ
સોર્સ : gstv

ભારતીય રેલવેમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાના ઉલ્લંઘનની મળેલી ફરિયાદોના આધારે IRCTC દ્વારા યોગ્ય દંડાત્મક પગલાં લીધા હતા. સમગ્ર મામલે રેલવેએ કુલ રૂ.5.13 કરોડનો દંડ ફટકાર્યો છે. જ્યારે 54 શો-કોઝ નોટિસ, 06 કોન્ટ્રાક્ટ રદ કરવા અને લાયસન્સધારકોને પ્રતિબંધિત કરવાનો સમાવેશ થાય છે. પ્રતિબંધિત કરાયેલા લાયસન્સધારકોની યાદી IRCTCની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે.

App Store

IRCTCએ રેલવેમાં ખરાબ ભોજન આપનારા કોન્ટ્રાક્ટરોને રૂ.5.13 કરોડનો દંડ ફટકાર્યો

ગુણવત્તા, સ્વચ્છતા, સુરક્ષા અને નિયામક પાલન સુનિશ્ચિત કરવા માટે ફૂડ સેફ્ટી ઓફિસર સહિત રેલવે/IRCTCના અધિકારીઓ દ્વારા નિયમિત અને સરપ્રાઇઝ નિરીક્ષણો હાથ ધરવામાં આવે છે. આ નિરીક્ષણોમાં ખોરાકની સુરક્ષા, કર્મચારીઓની તૈનાતી, સાધનોની જાળવણી, સ્વચ્છતા અને નિર્ધારિત ધોરણોનું પાલન જેવા મુખ્ય પાસાઓને આવરી લેવામાં આવે છે. જ્યારે ખોરાકની હેરફેર, સંગ્રહ અને બનાવટમાં શ્રેષ્ઠ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. આમ, ભારતીય રેલવે મુસાફરી કરતા મુસાફરોને ગુણવત્તાયુક્ત ભોજન, સ્વચ્છતા સહિતની ફરિયાદ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

રેલવેમાં ગુણવત્તા, સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષામાં સુધારો કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. જેમાં નિયુક્ત બેઝ કિચનમાંથી ભોજનનો પુરવઠો, ઓળખાયેલા સ્થળોએ આધુનિક બેઝ કિચન કાર્યરત કરવા, ખોરાક બનાવવાની રીતનું રિયલ ટાઇમ અને વધુ સારું નિરીક્ષણ કરવા માટે બેઝ કિચનમાં CCTV કેમેરા લગાવવા, ખોરાકના ઉત્પાદન માટે લોકપ્રિય અને બ્રાન્ડેડ કાચા માલની પસંદગી અને ઉપયોગ. વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાની પદ્ધતિઓ પર નજર રાખવા માટે બેઝ કિચન ખાતે ફૂડ સેફ્ટી સુપરવાઇઝરની તૈનાતી, ટ્રેનોમાં ઓન-બોર્ડ IRCTC સુપરવાઇઝરની તૈનાતી, ટ્રેનોમાં સપ્લાય કરવામાં આવતા ભોજનના પેકેટો પર QR કોડની શરૂઆત, QR કોડ મુસાફરોની જાણકારી માટે પેકિંગની તારીખ, લાયસન્સધારકનું નામ અને FSSAI લાયસન્સ નંબર અંગેની વિગતો આપે છે.

ટ્રેનોમાં ખોરાકની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે મોનિટરિંગ મિકેનિઝમના ભાગરૂપે નિયમિત ફૂડ સેમ્પલિંગ અને કેટરિંગ સ્ટાફની ક્ષમતા વધારવા માટે IRCTC દ્વારા નિયમિત તાલીમ આપવામાં આવે છે. આમ, રેલવે મુસાફરોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ભોજન પૂરું પાડવામાં રેલવે દ્વારા વિશેષ કાળજી લેવામાં આવે છે.