મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

20 કિલો સોનું અને 1 કરોડ રોકડની લૂંટ, કર્ણાટકમાં ધોળા દિવસે SBI બેંકમાં ચોરી

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચાડચન શહેરમાં આવેલી SBI શાખામાં સશસ્ત્ર લૂંટારુઓએ ધોળાદિવસે સનસનાટીભરી લૂંટ ચ

20 કિલો સોનું અને 1 કરોડ રોકડની લૂંટ, કર્ણાટકમાં ધોળા દિવસે SBI બેંકમાં ચોરી

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચાડચન શહેરમાં આવેલી SBI શાખામાં સશસ્ત્ર લૂંટારુઓએ ધોળાદિવસે સનસનાટીભરી લૂંટ ચલાવી હતી. 20 કિલો સોનું અને 1 કરોડ રોકડા લઈને સશસ્ત્ર લૂંટારુંઓ ભાગી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ સશસ્ત્ર લૂંટારુઓએ બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. આ ઘટના મંગળવારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ બની હતી.  
 
SBI શાખા મેનેજર તારકેશ્વરની ફરિયાદ મુજબ, ત્રણ લૂંટારુઓ ચાલુ ખાતું ખોલાવવાના બહાને બેંકમાં ઘૂસ્યા હતા. હથિયારોથી સજ્જ ચોરોઓ બેંક કર્મચારીઓ અને હાજર ગ્રાહકોને ધમકાવ્યા હતા. લૂંટારુઓએ બધાને પ્લાસ્ટિક ટેગથી બાંધી દઈને બેંકના રોકડ અને સોનાના લોકરો ખોલવા માટે દબાણ કર્યું હતું. પોલીસે આ કેસમાં FIR નોંધી છે. 

એવો અંદાજ છે કે લૂંટારુઓએ ₹1 કરોડની રોકડ અને ₹20 કરોડ રૂપિયાના સોનાના દાગીના ચોર્યા હતા. બેંક મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવતા ચોરોને શોધવા તજવીજ હાથ ધરી છે. 

વિજયપુરા પોલીસ અધિક્ષક લક્ષ્મણ નિંબર્ગીના જણાવ્યા મુજબ, આરોપીઓએ લૂંટ માટે નકલી લાઇસન્સ પ્લેટવાળી સુઝુકી ઇવીનો ઉપયોગ કર્યો હતો. બેંક લૂંટને અંજામ આપ્યા પછી આરોપીઓ મહારાષ્ટ્રના પંઢરપુર ભાગી ગયા હતા. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે અને આરોપીઓને પકડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

વિજયપુરા જિલ્લામાં થોડા મહિનાની અંદર જ આ બીજી મોટી ચોરી છે. અગાઉ 23થી 25 મેની વચ્ચે મંગુલી ગામમાં કેનેરા બેંકની શાખામાંથી 53.26 કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી. જેમાં લગભગ 59 કિલો સોનું અને 5.3 લાખ રૂપિયા રોકડા હતા. 

આ સમાચાર શેર કરો