મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રશ્મિ શુક્લાને Maharastra DGP પદેથી હટાવ્યા, ચૂંટણી પંચની મોટી કાર્યવાહી 

મહારાષ્ટ્ર ચૂંટણી અગાઉ ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસની ફરિયાદના આધ

રશ્મિ શુક્લાને Maharastra DGP પદેથી હટાવ્યા, ચૂંટણી પંચની મોટી કાર્યવાહી 

મહારાષ્ટ્ર ચૂંટણી અગાઉ ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસની ફરિયાદના આધારે કાર્યવાહી કરતાં ચૂંટણી પંચે ડીજીપી રશ્મિ શુક્લાને હટાવી દીધા છે. જણાવી દઈએ કે, કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ ડીજીપી રશ્મિ શુક્લા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેના આધારે ચૂંટણી પંચે કાર્યવાહી કરતાં મહારાષ્ટ્રના DGP પદેથી રશ્મિ શુક્લાની બદલી કરી દીધી છે. આ સાથે ECએ મુખ્ય સચિવને આદેશ આપ્યો છે કે, તેઓ કેડરના આગામી વરિષ્ઠ IPS અધિકારીને તેમનો ચાર્જ સોંપે. મુખ્ય સચિવને મહારાષ્ટ્રના ડીજીપી તરીકે નિમણૂંક માટે આવતીકાલે (5 નવેમ્બર) બપોરે 1 વાગ્યા સુધીમાં ત્રણ આઈપીએસ અધિકારીઓની પેનલ મોકલવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જબરદસ્ત હંગામો, PDPએ કરી આવી માગ

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે અગાઉ અધિકારીઓને સમીક્ષા બેઠકો અને વિધાનસભા ચૂંટણીની જાહેરાત દરમિયાન નિષ્પક્ષ અને યોગ્ય વહેવાર કરવાની ચેતવણી આપી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, અધિકારીઓ તેમની ફરજો નિભાવતી વખતે પક્ષપાતી વલણથી દૂર રહે. જણાવી દઈએ કે વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી રશ્મિ શુક્લા મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા DGP બન્યા હતા. તેઓ 1988 બેચના મહારાષ્ટ્ર કેડરના અધિકારી, સશસ્ત્ર સીમાદળના ડાયરેક્ટર જનરલ પણ રહી ચૂક્યા છે.

અગાઉ મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકારમાં રશ્મિ શુક્લા રાજ્યના ગુપ્તચર વિભાગના વડા હતા ત્યારે તેમની સામે કેટલાક વરિષ્ઠ રાજકીય નેતાઓના ગેરકાયદેસર ફોન ટેપિંગ માટે ત્રણ કેસ નોંધાયા હતા. મુંબઈમાં નોંધાયેલી પ્રથમ એફઆઈઆરમાં તેમના પર શિવસેના (UBT) નેતા સંજય રાઉત અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા એકનાથ ખડસેનો ફોન ટેપ કરવાનો આરોપ છે.

આ સમાચાર શેર કરો