મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જબરદસ્ત હંગામો, PDPએ કરી આવી માગ

Article 370ને લઈને આજે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો થયો છે. PDPએ Article 370 હ

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જબરદસ્ત હંગામો, PDPએ કરી આવી માગ

Article 370ને લઈને આજે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો થયો છે. PDPએ Article 370 હટાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવાની માંગ કરી છે. વાસ્તવમાં, પુલવામાનું પ્રતિનિધિત્વ કરતા PDP ધારાસભ્ય વાહીદ પારાએ પહેલા સત્રમાં જ એક ઠરાવ રજૂ કર્યો હતો, જેમાં બંધારણ સભાની જેમ જ જમ્મુ અને કાશ્મીર યુટી એસેમ્બલીની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરવામાં આવી હતી અને જમ્મુના વિશેષ દરજ્જાને પુનઃસ્થાપિત કરવાની હાકલ કરવામાં આવી હતી. AIP પાર્ટીના ધારાસભ્ય શેખ ખુર્શીદે પીડીપીના ધારાસભ્ય વાહિદ પારાને પ્રસ્તાવ પર સમર્થન આપ્યું હતું..

ભાજપે વિરોધ કર્યો હતો
PDPના સભ્ય વાહીદ પારાએ સ્પીકરને Article 370 નાબૂદ કરવા અંગે રજૂ કરેલા ઠરાવને સ્વીકારવા વિનંતી કરી હતી, જ્યારે ભાજપે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વિરોધ કર્યો હતો. સ્પીકરે કહ્યું કે તેઓ પ્રસ્તાવ વાંચીને નિર્ણય લેશે. ભાજપનું કહેવું છે કે ટિપ્પણીઓ દૂર કરવી જોઈએ અને દરખાસ્તને નકારી દેવી જોઈએ.

PDP ધારાસભ્ય વાહિદ પારા દ્વારા Article 370 પર ઠરાવ સ્વીકારવાની વિનંતી બાદ વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. સ્પીકરે કહ્યું કે પ્રસ્તાવ મારી પાસે આવ્યો નથી, એકવાર આવશે તો હું તપાસ કરીને નિર્ણય લઈશ.

આ પણ વાંચો : શ્રીનગરમાં ખરીદી કરતા લોકો પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 10 લોકો ઘાયલ

NC નેતા અબ્દુલ રહીમ રાથર સ્પીકર તરીકે ચૂંટાયા

નોંધનીય છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. વરિષ્ઠ નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતા અને ચારાર-એ-શરીફ બેઠક પરથી સાત વખતના ધારાસભ્ય અબ્દુલ રહીમ રાથેર જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. જમ્મુ-કાશ્મીરનું આ પ્રથમ સત્ર પાંચ દિવસ સુધી ચાલશે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને પ્રોટેમ સ્પીકર મુબારક ગુલે નવા વિધાનસભા અધ્યક્ષ અબ્દુલ રહીમ રાથેરને નવી જવાબદારી માટે અભિનંદન પાઠવ્યા છે.

80 વર્ષીય અબ્દુલ રહીમ રાથેર અગાઉ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં સ્પીકરનું પદ સંભાળી ચુક્યા છે. તેઓ 2002 થી 2008 સુધી પીડીપી-કોંગ્રેસ ગઠબંધન સરકારમાં વિપક્ષના નેતા પણ હતા. વિધાનસભા સચિવાલય દ્વારા જારી કરાયેલા એજન્ડામાં કહેવામાં આવ્યું હતું કે ગૃહ સોમવારે પ્રથમ બેઠકમાં અધ્યક્ષની પસંદગી કરશે. ભાજપે નરેન્દ્ર સિંહ રૈનાને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે પસંદ કર્યા છે. આ સાથે જ વિપક્ષના નેતાની કમાન સુનિલ શર્માને સોંપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો