સૌરવ દાસ અને આશુતોષ રંકાની જંતર-મંતરથી અટકાયત; દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી

કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સૌરભ દાસની દિલ્હી પોલીસે ફરી એકવાર અટકાયત કરી છે. અહેવાલો અનુસાર, દાસ તેમના કેટલાક મિત્રો સાથે જંતર-મંતર પહોંચ્યા હતા. તેમની સાથે CJPના સહ-સંયોજક આશુતોષ રંકાની પણ અટકાયત કરવામાં આવી હતી.
CJPના સહ-સંયોજક આશુતોષ રંકાની પણ અટકાય
એવું જાણવા મળ્યું છે કે દાસ, રંકા અને CJPના અન્ય સભ્યો JDU કાર્યાલયના પરિસર થઈને જંતર-મંતર નજીકના વિસ્તારમાં પ્રવેશ્યા હતા, ગેટ કૂદીને જંતર-મંતર સ્થળની એક તરફ ગયા હતા, જ્યાં દિલ્હી પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા. પોલીસ આ મામલે FIR પણ નોંધી શકે છે.આશુતોષ રંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં "ભારત માતા કી જય"ના નારા લગાવવામાં આવી રહ્યા છે અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.
સવારે 9 વાગ્યે છાનામાના અંદર ઘૂસ્યા, સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો
આજે સવારે આશરે 9 વાગ્યાની આસપાસ CJPના વરિષ્ઠ નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકા પોતાના કેટલાક સમર્થકો સાથે જંતર-મંતર પરિસરમાં દાખલ થયા હતા. અટકાયત થાય તે પહેલાં આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો ક્લિપ શેર કરી હતી. આ વીડિયોમાં તેઓ રાષ્ટ્રધ્વજ અને પાર્ટીના ઝંડા સાથે "જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો"ના નારા લગાવતા જોવા મળ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નારેબાજી ચાલી રહી હતી તે દરમિયાન જ તૈનાત દિલ્હી પોલીસે દોડી આવીને તેમની અટકાયત કરી લીધી હતી.






