મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રેપના આરોપી સાંસદની ધરપકડ, પ્રેસ કોન્ફરન્સ વચ્ચેથી જ ઉઠાવી ગઇ પોલીસ

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં રેપના આરોપી કોંગ્રેસ સાંસદ રાકેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. સા

રેપના આરોપી સાંસદની ધરપકડ, પ્રેસ કોન્ફરન્સ વચ્ચેથી જ ઉઠાવી ગઇ પોલીસ

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં રેપના આરોપી કોંગ્રેસ સાંસદ રાકેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. સાંસદ પોતાના લોહારબાગ સ્થિત પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ કરતા હતા ત્યારે પોલીસે આવીને તેમની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસ સાંસદને લઇને કોર્ટ પહોંચી ગઇ હતી અને કોર્ટે સાંસદને જેલમાં મોકલી દીધા છે.

મહત્ત્વપૂર્ણ છે કે ગત 17 જાન્યુઆરીએ એક મહિલાની ફરિયાદ પર સાંસદ પર રેપની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનામાં સાંસદ આગોતરા જામીનનો પ્રયાસ કરતા હતા. જિલ્લાની MPLA કોર્ટમાં જામીન ના મળતા હાઇકોર્ટની લખનૌ બેન્ચમાં અરજી કરવામાં આવી હતી.જોકે, કોર્ટે આ અરજીને પણ ફગાવી દીધી હતી. કોર્ટે સાંસદને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ પીડિતાના વકીલે દલીલ કરી હતી કે પીડિતાને બદનામીનો ડર બતાવવામાં આવતો હતો આ કારણે ફરિયાદમાં મોડુ થયું પરંતુ જ્યારે તેના પરિવારજનોને ઘટનાની ખબર પડી તો તેને ફરિયાદ નોંધાવી હતી.

સુનાવણી દરમિયાન આરોપી સાંસદના વકીલ તરફથી આત્મસમર્પણ અને નિયમિત જામીન માટે સમય આપવાની માંગ કરતા અનુરોધ કરવામાં આવ્યો હતો કે તેમને નિયમિત જામીન આપવા આવે તો તે 31 જાન્યુઆરીથી શરૂ થતા બજેટ સત્રમાં ભાગ લઇ શકશે. બીજી તરફ કહેવામાં આવે છે કે કોર્ટના સરેન્ડર કરવાના આદેશ બાદ સાંસદે મીડિયાને બોલાવીને પોતાના ઘરે જ સરેન્ડર કર્યું છે.

કોંગ્રેસ સાંસદ પર ગંભીર આરોપ

મહત્ત્વપૂર્ણ છે કે સીતાપુર લોકસભાના કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડ પર એક મહિલા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. મહિલાને લગ્નની લાલચ આપી હતી અને રાજકીય કરિયરમાં સહાયતા આપવાના આશ્વાસનના નામ પર બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચાર શેર કરો