મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીના મુખ્યમંત્રી પર રાજકોટના શખ્સે કર્યો હતો હુમલો, પોલીસ તપાસમાં થઇ શકે છે મોટા ખુલાસા

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી દરમિયાન હુમલો થયો છે. દિલ્હી પોલીસે આ ઘટનાની જાણકારી કન્ફર્મ કરી છે

દિલ્હીના મુખ્યમંત્રી પર રાજકોટના શખ્સે કર્યો હતો હુમલો, પોલીસ તપાસમાં થઇ શકે છે મોટા ખુલાસા

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી દરમિયાન હુમલો થયો છે. દિલ્હી પોલીસે આ ઘટનાની જાણકારી કન્ફર્મ કરી છે અને તેના વિશે ગૃહમંત્રાલયને પણ જાણ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો રાજકોટના એક શખ્સે કર્યો હતો. 

રાજકોટના શખ્સે કર્યો દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર રાજકોટના શખ્સ રાજેશભાઇ ખિમજીભાઇ સકરિયાએ હુમલો કર્યો હતો. આ શખ્સની ઉંમર 41 વર્ષ છે અને પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

સુત્રો અનુસાર, શખ્સનો કોઇ પરિવારજન જેલમાં છે અને તેને છોડાવવા માટે તે અરજી લઇને આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, શખ્સના પરિવારજનનનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ વચ્ચે દિલહી પોલીસે ગુજરાત પોલીસ પાસે શખ્સ વિશે વધુ જાણકારી મેળવવા માટે સંપર્ક કર્યો છે અને તેનો આધાર કાર્ડ પણ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસની પૂછપરછમાં આરોપીની માતાએ જણાવ્યું કે તે રખડતા કૂતરાઓ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દિલ્હી પહોંચ્યો હતો. માતાએ જણાવ્યું કે શખ્સ માનસિક બીમાર છે અને પશુ પ્રેમી હોવાનો દાવો કરે છે. તે આ પહેલા પણ દિલ્હીનો પ્રવાસ કરી ચુક્યો છે. 

કહેવામાં આવે છે કે દસ્તાવેજ સોપ્યા બાદ શખ્સે અચાનક મુખ્યમંત્રી પર હુમલો કર્યો હતો. આરોપી પોલીસની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલી રહી છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. 

આ સમાચાર શેર કરો