ચૂંટણી સુધારાની ચર્ચામાં રાહુલ ગાંધીના આરોપોનો ભાંડો ફોડ્યો, ભાજપે કર્યો પલટવાર
લોકસભા આજે સતત બીજા દિવસે SIR સહિત ચૂંટણી સુધારાઓ પર ચર્ચા કરી રહી છે. મંગળવારે રાહુલ

લોકસભા આજે સતત બીજા દિવસે SIR સહિત ચૂંટણી સુધારાઓ પર ચર્ચા કરી રહી છે. મંગળવારે રાહુલ ગાંધીએ સદનમાં સવાલ કર્યા હતા કે, CJIને ચૂંટણી કમિશનર નિમણૂક સમિતિમાંથી કેમ દૂર કરવામાં આવ્યા. ભાજપે આ પ્રશ્નના સખ્ત જવાબો આપી રાહુલ ગાંધીના જુઠ્ઠાણાને ઉજાગર કર્યા છે. ભાજપે કોંગ્રેસના સવાલોનો જવાબ આપતા સામા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ સરકાર દરમિયાન CJI અને વિપક્ષના નેતાની બનેલી સમિતિ દ્વારા ક્યારે અને કયા ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી.
રાહુલ ગાંધી પર હુમલો કરતા ભાજપે લખ્યું છે કે, કોંગ્રેસ સરકાર દરમિયાન ચૂંટણી કમિશનરોની નિમણૂક સીધી વડાપ્રધાન દ્વારા કરવામાં આવતી હતી. UPA શાસનનો ઉલ્લેખ કરતા ભાજપે લખ્યું છે કે, શું રાહુલ ગાંધી તેમના UPA કાર્યકાળ ભૂલી ગયા છે? 2005માં સોનિયા ગાંધીએ નવીન ચાવલાને ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરી હતી? સોનિયા ગાંધી પાસે શું અધિકાર હતો?
રાહુલ ગાંધીના આરોપો
CJIને ચૂંટણી કમિશનર નિમણૂક સમિતિમાંથી કેમ દૂર કરવામાં આવ્યા?
RSSનો પ્રોજેક્ટ દેશની સંસ્થાઓ પર કબજો કરવાનો હતો. શૈક્ષણિક સંસ્થાઓને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવી રહી છે. એક પછી એક કુલપતિ પછી ત્રીજા કુલપતિની નિમણૂક યોગ્યતા, ક્ષમતા અથવા વૈજ્ઞાનિક સ્વભાવને બદલે ચોક્કસ સંસ્થા સાથેના જોડાણના આધારે કરવામાં આવી રહી છે.
બીજો ટેકઓવર ગુપ્તચર એજન્સીઓનો છે, જેના દ્વારા CBI, ED અને આવકવેરા વિભાગ જેવી એજન્સીઓનો કબજો લેવામાં આવી રહ્યો છે.
ત્રીજો ટેકઓવર ચૂંટણી પંચનો છે, જે આપણા દેશની ચૂંટણી પ્રણાલીનું નિયમન કરે છે.
ભાજપનો જવાબ
રાહુલ ગાંધીએ જણાવવું જોઈએ કે કોંગ્રેસ સરકાર દરમિયાન CJIની આગેવાની હેઠળની સમિતિએ ક્યારે ચૂંટણી કમિશનરોની નિમણૂક કરી હતી. કોંગ્રેસ સરકાર દરમિયાન ચૂંટણી કમિશનરોની નિમણૂક સીધી વડા પ્રધાન દ્વારા કરવામાં આવતી હતી.
શું રાહુલ ગાંધી કોંગ્રેસ સરકાર દરમિયાન કોઈ એવા ચૂંટણી કમિશનરનું નામ આપી શકે છે જેની પસંદગી મુખ્ય ન્યાયાધીશ અથવા વિરોધ પક્ષના નેતાની આગેવાની હેઠળની સમિતિ દ્વારા કરવામાં આવી હોય?
એક સુધારા દ્વારા કોંગ્રેસે રાષ્ટ્રપતિની બધી સત્તાઓ નાબૂદ કરી. રાયબરેલીની ચૂંટણી પછી જ્યારે કોર્ટનો નિર્ણય આવ્યો, ત્યારે આ પક્ષે એવી પરિસ્થિતિ ઊભી કરી કે ત્રણ ન્યાયાધીશોને બાયપાસ કરીને સાડા આઠ વર્ષ સુધી આ પદ સંભાળનાર વ્યક્તિને મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા. કોંગ્રેસ પાર્ટીએ UPSC એક એવી સંસ્થા, જે IAS અને IPS અધિકારીઓ તૈયાર કરે છે. એને એટલી હદે બરબાદ કરી દીધી છે કે એક સરળ કોંગ્રેસ કાર્યકર બટુક સિંહ સતત 10 વર્ષ સુધી તેના અધ્યક્ષ રહ્યા.
આ લોકો CBI વિશે વાત કરે છે. અશ્વિની કુમાર, જે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના સુરક્ષા અધિકારી હતા, તેમને CBI ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રણજીત સિંહા,જે દરરોજ કોંગ્રેસ નેતા અહેમદ પટેલને મળતા હતા અને જેમની ડાયરી પકડાઈ તેમને CBI ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
જ્યારે દેશના પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન નિવૃત્ત થયા ત્યારે તેમને રાજ્યપાલ બનાવી દીધા હતા. નિવૃત્ત પછી VS રામાદેવીને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવાયા હતા. TN શેષાનને નિવૃત્તિ પછી અમદાવાદમાં ભાજપ સામે ઉમેદવાર બનાવવામાં આવ્યા. મધર ટેરેસા પર પુસ્તક લખનારા નવીન ચાવલાને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા. જ્યારે સોનિયા ગાંધીને ઑફિસ ઑફ પ્રોફિટ કેસમાં ફસાવવામાં આવ્યા, ત્યારે MS ગિલે તેમને બચાવ્યા હતા. જેના ફળ રૂપે તેમની નિવૃત્તિ પછી કોંગ્રેસે તેમને 10 વર્ષ સુધી મંત્રી તરીકે જાળવી રાખ્યા.








