'વોટ માટે PM મોદી ડાન્સ પણ કરશે', બિહારમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ
બિહારમાં પૂરજોશમાં વિધાનસભા ચૂંટણીને લઇને પ્રચાર ચાલી રહ્યો છે. બિહારના મુજફ્ફરપુરમાં મહાગઠબંધનની રેલીમાં રાહ

બિહારમાં પૂરજોશમાં વિધાનસભા ચૂંટણીને લઇને પ્રચાર ચાલી રહ્યો છે. બિહારના મુજફ્ફરપુરમાં મહાગઠબંધનની રેલીમાં રાહુલ ગાંધીએ નીતિશ કુમારની NDA સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે બિહારમાં બિહારીઓનું કોઇ ભવિષ્ય નથી...આ આજનું સત્ય છે.
રાહુલ ગાંધી પહેલા તેજસ્વી યાદવે જનસભાને સંબોધતા નીતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે 12 વર્ષની કિશોરીનો રેપ થાય છે શું આ જ સુશાસન છે.
'મેડ ઇન ચાઇના નહીં...મેડ ઇન બિહાર હોવું જોઇએ'- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા કહ્યું કે, આરોગ્ય માળખાનો અભાવ છે અને બિહારમાં સારવાર પૂરી પાડી શકાતી નથી. અમે આ બદલવા માંગીએ છીએ. અમે કહીએ છીએ કે તે મેડ ઇન બિહાર હોવું જોઇએ, મેડ ઇન ચાઇના નહીં.
ભાજપના હાથમાં રિમોટ કંટ્રોલ- રાહુલ ગાંધી
મુજફ્ફરપુરમાં રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે નીતિશ કમારનો રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે. કોંગ્રેસના નેતાએ ભાજપ પર સામાજિક ન્યાય વિરૂદ્ધ હોવાનો આરોપ લગાવતા કહ્યું કે ભાજપ અને પીએમ મોદી સામાજિક ન્યાય વિરૂદ્ધ છે.
PM મોદી વોટ માટે સ્ટેજ પર આવીને ડાન્સ પણ કરી લેશે- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમે તેમણે એમ કહો કે અમે તમને વોટ આપીશું તમે સ્ટેજ પર આવીને નાચો. તે પણ તે કરી લેશે. જે પણ કરાવવું છે તે કરાવી લો.
સરકારી નોકરી માટે 20 દિવસમાં કાયદો બનાવીશુ-તેજસ્વી યાદવ
RJD નેતા તેજસ્વી યાદવે મહાગઠબંધનની રેલીને સંબોધતા કહ્યું કે, બિહારમાં સરકાર બન્યા બાદ 20 દિવસની અંદર નોકરી આપવા માટે કાયદો બનાવવામાં આવશે.







