મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીએ વાયનાડથી નોમિનેશન ફોર્મ ભર્યું, પ્રિયંકા ગાંધી સાથે કર્યો રોડ શો

કોંગ્રેસ નેતા અને કેરળની વાયનાડ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીએ નોમિનેશન ફોર્મ

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીએ વાયનાડથી નોમિનેશન ફોર્મ ભર્યું, પ્રિયંકા ગાંધી સાથે કર્યો રોડ શો

કોંગ્રેસ નેતા અને કેરળની વાયનાડ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીએ નોમિનેશન ફોર્મ ભર્યુ હતું. રાહુલ ગાંધીની સામે CPIએ મહાસચિવ ડી રાજાના પત્ની એન્ની રાજાને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ભાજપે પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રનને ટિકિટ આપી છે. વાયનાડમાં બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર થશે.

રાહુલ ગાંધીએ કર્યો રોડ શો

આ પહેલા રાહુલ ગાંધીએ રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે પ્રિયંકા ગાંધી અને તેમના કેટલાક સમર્થક પણ સાથે હતા. રાહુલ ગાંધી એક ટ્રકમાં સવાર થઇને નોમિનેશન ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “તમારા સાંસદ સભ્ય હોવું મારા માટે સમ્માનની વાત છે. હું તમારી સાથે એક મતદારની જેમ વ્યવહાર નથી કરતો. હું તમારી સાથે તેવો જ વ્યવહાર કરૂં છું અને તમારા વિશે વિચારૂ છુ જેમ હું પોતાની નાની બહેન પ્રિયંકા વિશે વિચારૂ છું. વાયનાડના ઘરોમાં મારી બહેનો, માતા, પિતા અને ભાઇ છે અને તેમના માટે હું તમારો દિલથી આભાર માનું છું.”

CPI નેતાએ વાયનાડથી ભર્યુ નોમિનેશન ફોર્મ

આ વખતે રાહુલ ગાંધી વિરૂદ્ધ CPIના મહાસચિવ ડી રાજાના પત્ની એની રાજા છે. પાર્ટીએ તેમણે વાયનાડથી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ભાજપે રાહુલ ગાંધી વિરૂદ્ધ પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ ત્રણેય દિગ્ગજ નેતા છે. ડી રાજાના પત્ની એની રાજાએ નોમિનેશન ફોર્મ ભર્યું હતું.

આ સમાચાર શેર કરો