મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ચીનને જવાબ આપવાના સમયે જ PM ગાયબ', ભોપાલમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે (24 ફેબ્રુઆરી) મધ્ય પ્રદેશના ભ

'ચીનને જવાબ આપવાના સમયે જ PM ગાયબ', ભોપાલમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે (24 ફેબ્રુઆરી) મધ્ય પ્રદેશના ભોપાલમાં પાર્ટી દ્વારા આયોજિત 'કિસાન મહા ચૌપાલ'માં ખેડૂતોને સંબોધિત કરી રહ્યા છે. આ ચૌપાલ ભારત અને અમેરિકા વચ્ચે અંતરિમ વ્યાપાર કરારના વિરોધમાં આયોજિત કરાઈ રહી છે.  જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પહેલીવાર લોક સભામાં વિપક્ષ નેતા તરીકે બોલવા ન દેવાયા. મને બોલવા ન દીધો. રાહુલ ગાંધીએ જનરલ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો અને સીધા વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા.

ભોપાલના જવાહર ચોકમાં આયોજિત જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'પહેલીવાર લોકસભામાં નેતા વિપક્ષને બોલવા દેવાયા નથી. પુસ્તકમાં નરવણેજીએ સ્પષ્ટ લખ્યું છે કે, જ્યારે ચીનની ટેન્ક ભારતની સરહદમાં આવી રહી હતી ત્યારે તેમણે રાજનાથ સિંહને ફોન કર્યો અને તેમને પૂછ્યું કે મારા માટે શું ઓર્ડર છે? જ્યારે ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે વડાપ્રધાન મોદી જ ગાયબ થઈ ગયા.'

ભોપાલના જવાહર ચોક વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમ માટે તૈયારીઓ કરી હતી. કોંગ્રેસના પદાધિકારીઓ ગામડાના પ્રવાસો કરીને ખેડૂતોને એવું સમજાવી રહ્યા છે કે કેવી રીતે અમેરિકા સાથે થયેલી વેપાર ડીલ તેમના ને દેશના હિતોની વિરુદ્ધ છે.

આ સમાચાર શેર કરો