મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાબડી દેવીએ બિહારમાં અલગ રાજ્યની કરી માંગ, PM મોદીને કરી અપીલ

દેશમાં બિહારથી અલગ મિથિલાપ્રદેશની માંગે ફરી એકવાર જોર પકડી છે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવન

રાબડી દેવીએ બિહારમાં અલગ રાજ્યની કરી માંગ, PM મોદીને કરી અપીલ

દેશમાં બિહારથી અલગ મિથિલાપ્રદેશની માંગે ફરી એકવાર જોર પકડી છે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ અલગ મિથિલા રાજ્યની માગ કરતા રાજકારણ ગરમાયું છે. બુધવારે બિહાર વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન રાબડી દેવીએ મિથિલા રાજ્ય બનાવવાની માંગને સમર્થન આપ્યું છે. સાથે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના લોકોએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવી જોઈએ.

આ પણ વાંચોઃ મહાયુતિ સામે મોટો પડકાર, સરકાર રચાયા પહેલાં મરાઠા આંદોલનકારીઓની ચીમકી

બિહાર વિધાનસભા સદનમાં મૈથિલી ભાષા પર ચર્ચા દરમિયાન પૂર્વ સીએમ રાબડી દેવીએ અચાનક અલગ મિથિલા રાજ્યની માંગ કરી દીધી. જેના કારણે ગૃહમાં હાજર શાસક અને વિપક્ષના સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે અલગ મિથિલા રાજ્યનો મુદ્દો જોર પકડી શકે છે. ઉત્તર બિહારના મૈથિલી ભાષી વિસ્તારના લોકો લાંબા સમયથી અલગ મિથિલાંચલ રાજ્યની માંગ કરી રહ્યા છે. આ માટે સમયાંતરે ચળવળો પણ શરૂ કરવામાં આવી હતી.

મૈથિલી ભાષાને સન્માન આપ્યું તે સારી બાબત 

બુધવારે બિહાર વિધાનસભામાં મૈથિલી ભાષામાં બંધારણ લાવવાના મુદ્દા પર ચર્ચા થઈ રહી હતી. આ માટે સત્તાધારી પક્ષના સભ્યો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો આભાર વ્યક્ત કરતા હતા ત્યારે રાબડી દેવીએ અચાનક કહ્યું કે કેન્દ્ર અને બિહાર બંનેમાં તમારી સરકાર છે. તમે મૈથિલી ભાષાને સન્માન આપ્યું તે સારી બાબત છે. પરંતુ તમારી સરકારે મિથિલાને અલગ રાજ્ય બનાવવાની માંગણી પણ સ્વીકારવી જોઈએ. ગૃહમાંથી બહાર નીકળ્યા બાદ પણ તેમણે મીડિયા સાથે વાત કરતા પોતાની વાત દોહરાવી હતી.

અલગ મિથિલા રાજ્યની માંગ ઘણી જૂની 

બિહારના મિથિલા પ્રદેશને અલગ રાજ્ય બનાવવાની માંગ દેશની આઝાદી પહેલાની છે. 1912માં જ્યારે બિહાર બંગાળથી અલગ થયું ત્યારે અલગ મિથિલા રાજ્ય બનાવવાની માંગ ઉઠી હતી. આઝાદી પછી લોકો સમયાંતરે આ માંગ ઉઠાવતા રહ્યા. પછી જ્યારે ઝારખંડ બિહારથી અલગ થયું ત્યારે મિથિલા રાજ્યની માંગ પણ વેગ પકડી હતી. આ પછી પટનાથી દિલ્હી સુધી સમયાંતરે દેખાવો થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો