મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પુતિનના ભોજનમાં ભારતીય ભવ્યતાની ઝલક, રાષ્ટ્રપતિ ભવનમાં પારંપરિક વાનગીઓ પીરસાઈ

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારતની રાજદ્વારી મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. દ્વિપક્ષીય મંત્રણાઓ અ

પુતિનના ભોજનમાં ભારતીય ભવ્યતાની ઝલક, રાષ્ટ્રપતિ ભવનમાં પારંપરિક વાનગીઓ પીરસાઈ

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારતની રાજદ્વારી મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. દ્વિપક્ષીય મંત્રણાઓ અને મહત્ત્વપૂર્ણ કરારોના માધ્યમથી બંને દેશો વચ્ચેના સંબંધોને નવો વેગ આપ્યા બાદ, તેમની યાત્રાના સમાપન પહેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમના સન્માનમાં એક 'ભવ્ય શાહી ભોજ'નું આયોજન કર્યું હતું. આ વિશિષ્ટ કાર્યક્રમમાં દેશના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેણે ભારત અને રશિયાની ગાઢ મિત્રતાની ઉષ્માભરી ઉજવણી કરી હતી.

રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ ભોજમાં ભારતીય વાનગીઓની વિવિધતા અને સુમધુર સંગીતનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો, જે રશિયન મહેમાન માટે એક યાદગાર અનુભવ બની રહ્યો હતો.

સ્ટાર્ટરમાં ભારતીય ભોજનની ભવ્ય ઝલક

રાત્રિ ભોજનની શરૂઆત મુરુંગેલાઈ ચારુથી કરવામાં આવી હતી, જે દક્ષિણ ભારતીય શૈલીનું સૂપ છે. ત્યારબાદ મહેમાનોને વિવિધ પ્રકારના શાકાહારી સ્ટાર્ટર પીરસવામાં આવ્યા હતા, જેમાં ગુચ્છિ દૂન ચેટિન-કાશ્મીરની પારંપરિક વાનગી, કાલે ચને કી શિકમપુરી, સબ્જી ઝોલ મોમો(ચટણી સાથે) આ તમામ વાનગીઓ કાશ્મીરથી લઈને પૂર્વીય હિમાલય સુધીની પ્રાદેશિક પરંપરાગત સ્વાદ અને  પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરી રહી હતી.

મેઈન કોર્સમાં શિયાળુ વાનગીઓ

સ્ટાર્ટર પછી મેઈન કોર્સની શરૂઆત થઈ, જ્યાં રાષ્ટ્રપતિ ભવનના શેફ દ્વારા શિયાળુ ભારતીય પાક પરંપરાગત વાનગી પીરસવામાં આવી.જેમાં જાફરાની પનીર રોલ, પાલક મેથી મટર કા સાગ, તંદૂરી ભરવાં આલૂ, અચારી બૈંગન, દાળ તડકા, સૂકા મેવા અને કેસર પુલાવ તેમજ રોટીના વિકલ્પોમાં લચ્છા પરાઠા, મગજ નાન, સતનાજ રોટી, મિસ્સી રોટી અને બિસ્કુટી રોટી સામેલ હતા.

ભારતીય મીઠાઈઓ અને પ્રાદેશિક સ્વાદ

ભોજનના અંતે ડેઝર્ટમાં પણ ભારતીય પરંપરાની ઝલક જોવા મળી. ડેઝર્ટમાં બદામનો હલવો અને કેસર પિસ્તા કુલ્ફી પીરસવામાં આવ્યા હતા, જેની સાથે તાજા ફળો પણ હતા. આ સિવાય પ્રાદેશિક સ્વાદ તરીકે ગુડ સંદેશ અને મુરુકુ પણ પીરસાયા હતા, જેમણે મીઠાશની સાથે સાથે ક્રિસ્પીનેસનો સ્પેશિયલ લોકલ ટચ આપ્યો હતો. પીણાંમાં દાડમ, સંતરા, ગાજર અને આદુના મિક્સ જ્યુસની વ્યવસ્થા હતી, જ્યારે સલાડમાં બીટ, કાકડી, શક્કરિયા પાપડી ચાટ અને કમરખ બુંદીનું રાયતુ સામેલ હતા. આ ભવ્ય ભોજનમાં ગોંગૂરા અથાણું, કેરીની ચટણી અને કેળાની ચિપ્સ પણ પીરસવામાં આવી હતી.

આ શાહી ભોજે રશિયન પ્રમુખ અને અન્ય મહેમાનોને ભારતીય સ્વાદ અને આતિથ્ય સત્કારની અવિસ્મરણીય યાદ આપી અને ભારત-રશિયા સંબંધોની ઉષ્માને વધુ મજબૂત કરી.

આ સમાચાર શેર કરો