મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કઈ કોર્ટમાં જઈએ, ક્યાં વકીલનો સંપર્ક કરીએ, કેજરીવાલ માટે પંજાબના CM જાહેરમાં રડી પડ્યા

કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ છેલ્લા કેટલાક મહિનાથી જેલમાં બંધ છે. ત્યારે મંગળવારે રાજધાની દિ

VIDEO: કઈ કોર્ટમાં જઈએ, ક્યાં વકીલનો સંપર્ક કરીએ, કેજરીવાલ માટે પંજાબના CM જાહેરમાં રડી પડ્યા

કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ છેલ્લા કેટલાક મહિનાથી જેલમાં બંધ છે. ત્યારે મંગળવારે રાજધાની દિલ્હીમાં 'ઈન્ડિયા' ગઠબંધને જંતર-મંતર ખાતે કેજરીવાલના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કેજરીવાલના પત્ની,  મુખ્યમંત્રી ભગવંત માન, શરદ પવાર, અખિલેશ યાદવ સહિતના વિપક્ષના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી માને કેજરીવાલની ધરપકડને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. એટલું જ નહીં તેઓ ભાવુક પણ થયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું, 'ક્યાં જઈએ અમે, સુપ્રીમ કોર્ટમાં જઈએ, કયો વકીલ રાખીએ, બતાવો કંઈ ભૂલ થઈ છે. 'અમે શાળાઓ બનાવી, હોસ્પિટલ બનાવી, વીજળી ફ્રી કરી... શું આ અમારી ભૂલ છે? આ દરમિયાન માન ભાવુક થયા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

કેજરીવાલ તિહાર જેલમાં છે બંધ

નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ છેલ્લા છ મહિનાથી તિહાર જેલમાં બંધ છે. 

આ સમાચાર શેર કરો