VIDEO: પુણે: સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર
પુણેમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરમાં

પુણેમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને કેમ્પ વિસ્તારના ઈસ્ટ સ્ટ્રીટ રોડ પર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે. વરસાદને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સમયમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે. રસ્તાઓ પર ભરાયેલા પાણી અને ખાડાઓને કારણે વાહન ચલાવવામાં જોખમ હોવાથી નાગરિકોને અત્યંત જરૂરિયાત વગર બહાર ન નીકળવા અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.




