Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Pune: Zika virus cases rise to 12 after a pregnant woman tests positive

પુણે: સગર્ભા મહિલા પોઝિટિવ મળ્યા બાદ જિલ્લામાં ઝીકા વાયરસના કેસ 12 થયા

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2024
લાઇવ ટીવીGoogle News
પુણે: સગર્ભા મહિલા પોઝિટિવ મળ્યા બાદ જિલ્લામાં ઝીકા વાયરસના કેસ 12 થયા

અગાઉ, શહેરમાં 11 કેસ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના મુંધવા, એરંડવાને, કોથરુડ અને આંબેડગાંવ જેવા વિસ્તારોના હતા. ભારતમાં 2016માં ઝીકા વાઈરસ પ્રથમ વખત ગુજરાતમાંથી નોંધાયો હતો અને ત્યારથી તમિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કર્ણાટક સહિતના ઘણા રાજ્યોમાં કેસ નોંધાયા છે.

App Store

પીએમસી (પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન) આરોગ્ય અધિકારી, કલ્પના બલિવંતે જાણકારી આપતા કહ્યું હતું કે, ‘પુણે શહેરમાં આજે ઝીકા વાયરસના વધુ ત્રણ કેસ નોંધાયા છે. કુલ કેસોની સંખ્યા વધીને 12 થઈ છે’ 

સોમવાર સુધીમાં એક નવો કેસ નોંધાતા પુણે જિલ્લામાં ઝીકાના કુલ કેસોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. તાજેતરનો કેસ યરવડાની 31 વર્ષીય ગર્ભવતી મહિલાનો છે.

શનિવારે ઝિકા ચેપના ત્રણ નવા કેસ નોંધાયા હતા, જે તમામ સગર્ભા સ્ત્રીઓ હતા. શરૂઆતમાં આ વાયરસ એરાંડવાને, મુંધવા અને દહાણુકર કોલોની પૂરતો મર્યાદિત હતો, પરંતુ હવે તે પુણે શહેર અને તેના ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે. સપ્તાહના અંતે, પુણે ગ્રામીણ વિસ્તારના અંબેગાંવમાંથી એક નવો કેસ નોંધાયો હતો. આ ઉપરાંત તાજેતરના બે કેસ એક ખરાડી ગ્રામીણ અને બીજો કર્વેનગરનો છે.