video: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સતત વરસાદ, પંચગંગા નદીમાં વધ્યું જળસ્તર
સોર્સ : gstv
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સતત વરસાદને પગલે પંચગંગા નદીની જળસપાટી સતત વધી રહી છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા રાજારામ વીયર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સલામતીના ભાગરૂપે વીયર પરથી વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી રહ્યું છે.

