Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 20 patients on ventilators and 50 admitted to ICU

પુણે: ગુલિયન બેરી સિન્ડ્રોમનો આંકડો 197 પર પહોંચ્યો, 20 દર્દીઓ વેન્ટિલેટર પર અને 50 ICUમાં દાખલ

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2025
લાઇવ ટીવીGoogle News
પુણે: ગુલિયન બેરી સિન્ડ્રોમનો આંકડો 197 પર પહોંચ્યો, 20 દર્દીઓ વેન્ટિલેટર પર અને 50 ICUમાં દાખલ

મહારાષ્ટ્રના પુણેમાં  ગુઇલિયન-બેરી સિન્ડ્રોમ (GBS) કેસોની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે પુણે વિસ્તારમાં ગુલિયન-બેરી સિન્ડ્રોમના શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 197 પર પહોંચી ગઈ છે. આ નર્વ ડિસઓર્ડરના વધુ પાંચ દર્દીઓ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે પુણેના પાંચ દર્દીઓમાં 2 નવા કેસ અને 3 અગાઉના કેસ સામેલ છે. આ બીમારીને કારણે અત્યાર સુધીમાં કુલ સાત લોકોના મોત થયા છે.

App Store

 197 કેસમાંથી 172 જીબીએસ સંબંધિત કેસોની સારવાર કરવામાં આવી

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે કે 197 કેસમાંથી 172 જીબીએસ સંબંધિત કેસોની સારવાર કરવામાં આવી છે. લગભગ 40 દર્દીઓ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના છે, 92 પીએમસીમાં નવા ઉમેરાયેલા ગામોમાંથી, 29 પિંપરી ચિંચવડ સિવિલ લિમિટના, 28 પુણે ગ્રામીણ અને આઠ અન્ય જિલ્લાના છે. "104 દર્દીઓને રજા આપવામાં આવી છે, 50 ICUમાં છે અને 20 વેન્ટિલેન્ટર સપોર્ટ પર છે."

ગુઇલેન બેરી સિન્ડ્રોમ સામાન્ય રીતે હાથ અને પગમાં કળતર અને નબળાઇ સાથે શરૂ થાય છે. આ લક્ષણો ઝડપથી ફેલાઈ શકે છે અને લકવોમાં ફેરવાઈ શકે છે. તેના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે..

બીમારીના લક્ષણો


• હાથ, પગ, પગની ઘૂંટી અથવા કાંડામાં કળતર.
• પગમાં નબળાઈ.
• ચાલવામાં નબળાઈ, સીડી ચડવામાં મુશ્કેલી.
• બોલવામાં, ચાવવામાં અથવા ખોરાક ગળવામાં મુશ્કેલી.
• બેવડી દ્રષ્ટિ અથવા આંખો ખસેડવામાં મુશ્કેલી.
• ગંભીર પીડા, ખાસ કરીને સ્નાયુઓમાં તીવ્ર દુખાવો.
• પેશાબ અને શૌચમાં સમસ્યા.
• શ્વાસ લેવામાં તકલીફ.

50 દર્દીઓ ICUમાં અને 20 વેન્ટિલેન્ટર પર

તેમણે કહ્યું કે આ વિસ્તારમાં જીબીએસના કારણે શંકાસ્પદ મૃત્યુની સંખ્યા સાત છે. જીબીએસ એ એક દુર્લભ સ્થિતિ છે જેમાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પેરિફેરલ ચેતા પર હુમલો કરે છે, પરિણામે સ્નાયુઓની નબળાઇ, પગ અને હાથોમાં સંવેદના ગુમાવવી, તેમજ ગળી જવા અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય છે.