Video: ઈ-રિક્ષામાં પ્રિન્સ વિલિયમ

મહારાષ્ટ્રના મુંબઈમાં બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ અર્થશોટ પ્રાઈઝના વિશેષ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ ઈ-રિક્ષામાં સવાર થઈ કાર્યક્રમના સ્થળે પહોંચ્યાં હતાં. બંનેએ ઈ-રિક્ષાની સવારી કરીને કાર્યક્રમમાં અનોખી રીતે એન્ટ્રી કરી હતી. આ દરમિયાન તેમના આગમનને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતા અર્થશોટ પ્રાઈઝના કાર્યક્રમમાં બંનેની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
જાહેરાત











