બ્રિટિશ રાજવી પરિવારની ભારત મુલાકાત! પ્રિન્સ વિલિયમ અને તેમના પત્ની કેટ મિડલટન મુંબઈની મુલાકાતે

બ્રિટિશ શાહી પરિવાર ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવનાર છે. પ્રિન્સ વિલિયમ અને તેમના પત્ની કેટ મિડલટન ત્રણ દિવસની મુલાકાતે ૧૬ નવેમ્બરે મુંબઈ પહોંચશે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, ૨૦૨૨ પછીની આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે. આ ઉપરાંત, ૨૦૨૪માં કેન્સરના નિદાનના સમાચાર સામે આવ્યા બાદ, કેટ મિડલટન માટે આ પ્રથમ શાહી કાર્યક્રમ (રોયલ એન્ગેજમેન્ટ) હશે.
રાજવી પરિવારની ભારત મુલાકાત
કેન્સિંગ્ટન પેલેસે ૧૪ નવેમ્બરે આ મુલાકાતની વિગતો જાહેર કરી હતી. પેલેસના જણાવ્યા અનુસાર, પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન ૧૭ નવેમ્બરે 'અર્થશોટ પ્રાઈઝ' (Earthshot Prize) એવોર્ડ સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત, તેઓ પર્યાવરણ સંરક્ષણની નવી પહેલો અને ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત બનાવવા પર કેન્દ્રિત કાર્યક્રમોમાં ભાગ લેશે. પેલેસે જણાવ્યું છે કે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય નવી ટેક્નોલોજી, પર્યાવરણ સંરક્ષણ, યુવા નેતૃત્વ અને ભારત તથા યુકે વચ્ચેના લાંબા સમયથી ચાલતા સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે. મુલાકાત દરમિયાન, પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન ભારતીય ક્રિકેટ, સિનેમા અને ફેશન સાથે સંબંધિત વિવિધ કાર્યક્રમોમાં પણ સામેલ થઈ શકે છે. વધુમાં, તેઓ પર્યાવરણીય ટકાઉપણું (environmental sustainability) પર ધ્યાન કેન્દ્રિત કરતા શહેરી પરિવહન અને પ્રદૂષણ ઘટાડવા સંબંધિત પહેલોમાં પણ ભાગ લેશે.
કેન્સરને મ્હાત આપ્યા બાદ પ્રથમ શાહી કાર્યક્રમમાં હાજરી
મુંબઈની આ મુલાકાત કેઈટ મિડલટન માટે ડિસેમ્બર ૨૦૨૨ પછીનો પ્રથમ 'અર્થશોટ પ્રાઈઝ' (Earthshot Prize) સમારોહ હશે. તે સમયે તેઓ પ્રિન્સ વિલિયમ સાથે અમેરિકાના બોસ્ટન ગયાં હતાં. ત્યારબાદ સિંગાપોર, કેપ ટાઉન અને રિયો ડી જાનેરોમાં યોજાયેલા સમારોહમાં તેઓ હાજર રહી શક્યાં ન હતાં. જાન્યુઆરી ૨૦૨૪માં કેઈટ મિડલટનનું પેટનું શસ્ત્રક્રિયા (abdominal surgery) દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું અને માર્ચ ૨૦૨૪માં તેમણે ખુલાસો કર્યો હતો કે તેમને કેન્સર હોવાનું નિદાન થયું છે. સારવારના ભાગરૂપે તેમણે કીમોથેરાપી લીધી હતી, જે દરમિયાન જાહેર જીવનમાં તેમની હાજરી ઘણી ઓછી થઈ ગઈ હતી.
જાન્યુઆરી ૨૦૨૫માં કેઈટ મિડલટને જણાવ્યું હતું કે તેમનું કેન્સર હવે નિયંત્રણમાં (remission) છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સંપૂર્ણ સ્વસ્થ થવા માટે તેમની સારવાર અને સાજા થવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, પ્રિન્સ વિલિયમ અને કેઈટ મિડલટન અગાઉ ૨૦૧૬માં સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા. તે પ્રવાસ દરમિયાન તેઓ મુંબઈ, નવી દિલ્હી, આસામ અને આગ્રા ગયા હતા.જ્યાં તેમણે તાજમહેલની પણ મુલાકાત લીધી હતી.





