Video: બ્રિટિશ સાંસદોની અપીલ: શેખ હસીનાને મૃત્યુદંડ ન અપાય તે માટે પત્ર

સોર્સ: gstv

બ્રિટનના છ સાંસદોએ બ્રિટિશ વિદેશ મંત્રી એડ મિલિબેન્ડને એક મહત્વપૂર્ણ પત્ર લખીને અપીલ કરી છે કે, જો બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ઢાકા પરત ફરે, તો તેમને મૃત્યુદંડ ન મળે તે માટે એક સંકલિત રાજદ્વારી પહેલ કરવામાં આવે. ગત મહિને ફોરેન, કૉમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસને મોકલવામાં આવેલા આ પત્ર પર કન્ઝર્વેટિવ પાર્ટીના બોબ બ્લેકમેન, ડેમોક્રેટિક યુનિસિસ્ટ પાર્ટીના જિમ શૈનન અને સ્કોટિશ નેશનલ પાર્ટીના સીમસ લોગન સહિતના નેતાઓએ હસ્તાક્ષર કર્યા છે. આ રાજનેતાઓએ માંગ કરી છે કે સક્ષમ અધિકારીઓ પાસેથી સ્પષ્ટ લેખિત ખાતરી લેવામાં આવે કે શેખ હસીનાને ફાંસીની સજા આપવામાં આવશે નહીં, અને આ સુનિશ્ચિત કરવા માટે જરૂરી કાનૂની પગલાં પણ લેવામાં આવે. આ અપીલથી આંતરરાષ્ટ્રીય સ્તરે બાંગ્લાદેશની રાજકીય સ્થિતિ અને શેખ હસીનાની સુરક્ષાને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત