Video: મિડટર્મ ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પે ડિપોર્ટેશન પોલિસી વધુ પડતી સખ્ત હોવાનું સ્વિકાર્યું

અમેરિકામાં મધ્યસત્રની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીએ પ્રતિનિધિ સભા અને સેનેટ બંને પરનું નિયંત્રણ ગુમાવ્યા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા છે. ટ્રમ્પે સ્વીકાર્યું છે કે તેમની સરકારની દેશનિકાલ નીતિ કદાચ જરૂર કરતાં વધુ કડક હતી. એટલું જ નહીં, તેમણે નવા કોંગ્રેસમાં બહુમતી ધરાવતા ડેમોક્રેટ્સ સાથે ઇમિગ્રેશન મુદ્દે સમજૂતી કરવાની પણ તૈયારી દર્શાવી છે. જોકે, આ નિવેદનના થોડા સમય બાદ જ તેમણે પોતાની કડક ઇમિગ્રેશન નીતિના મુખ્ય ઘડવૈયા સ્ટીફન મિલરને વ્હાઇટ હાઉસના નવા ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. ટ્રમ્પે આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું કે રિપબ્લિકન પાર્ટીની ચૂંટણીમાં હાર પાછળ તેમની દેશનિકાલ નીતિ પણ એક કારણ હોઈ શકે છે. તેમણે કહ્યું, મને લાગે છે કે આ નીતિ કદાચ વધુ પડતી કડક હતી. બીજી તરફ, તેમણે એવા લોકોને અમેરિકામાં રહેવાની છૂટ આપવાના સંકેત આપ્યા, જેઓ સારી રીતે કામ કરે છે, હોટેલ કે લેન્ડસ્કેપિંગ કંપનીમાં નોકરી કરે છે અને કેટલાક કિસ્સામાં ટેક્સ પણ ભરે છે.




