વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8.30 વાગ્યે કરશે રાષ્ટ્રજોગ સંબોધન
દેશમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તથા મહિલા અનામત બિલ મુદ્દે ચર્ચા વચ્ચે આજે વ

દેશમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તથા મહિલા અનામત બિલ મુદ્દે ચર્ચા વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી આ સંબોધનમાં કયા વિષય પર વાત કરવાના છે તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે પીએમ મોદી મહિલા અનામત મુદ્દે સંબોધન કરે તેવી શક્યતા છે.
કેબિનેટ બેઠકમાં આજે મોટો નિર્ણય લેવાયો
આજે સવારે મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના DA માં 2% નો વધારો અને PM ગ્રામ સડક યોજના ને 2028 સુધી લંબાવવા જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
મહિલા અનામત બિલ અંગે કોઈ નિવેદન આપશે PM મોદી?
ગઈકાલે લોકસભામાં મહિલા અનામત સુધારા બિલ પસાર ન થતા આજે રાજકીય માહોલ ગરમાયેલો છે. વડાપ્રધાને કેબિનેટ બેઠકમાં આ બાબતે વિપક્ષ પર નિશાન સાધ્યું હોવાના અહેવાલો પણ છે.
કેબિનેટની બેઠકમાં PM મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
મહિલા અનામત બિલ લોકસભામાં જરૂરી બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી. આ ઐતિહાસિક બિલ નિષ્ફળ જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કેબિનેટ બેઠક દરમિયાન પીએમ મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢતા કહ્યું કે, વિપક્ષે આ બિલને સમર્થન ન આપીને મોટી ભૂલ કરી છે અને હવે તેમણે તેના પરિણામો ભોગવવા પડશે.






