મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અમૃતપાલ સિંહને મુખ્યમંત્રી બનાવવાની ચાલી રહી છે તૈયારીઓ, આ પાર્ટીએ તેમનો CM ફેસ જાહેર કર્યો 

પંજાબની ખદૂર સાહિબ બેઠકના સાંસદ અમૃતપાલ સિંહ હાલમાં આસામની જેલમાં બંધ છે. બીજી તરફ તેમની

અમૃતપાલ સિંહને મુખ્યમંત્રી બનાવવાની ચાલી રહી છે તૈયારીઓ, આ પાર્ટીએ તેમનો CM ફેસ જાહેર કર્યો 

પંજાબની ખદૂર સાહિબ બેઠકના સાંસદ અમૃતપાલ સિંહ હાલમાં આસામની જેલમાં બંધ છે. બીજી તરફ તેમની પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમૃતપાલના સીએમ ચહેરા તરીકે ચૂંટણી લડવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણી 2027માં યોજાશે ત્યારે અમૃતપાલને સીએમ ચહેરા તરીકે લોકો સમક્ષ લઈ જવા પાર્ટી કાર્યકરોને અપિલ કરી છે. જણાવી દઈએ કે, પંજાબ પોલીસે 2023માં અમૃતસરની બહારના વિસ્તારમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કરવા બદલ તેની ફરીથી ધરપકડ કરી હતી. હાલમાં આસામના ડિબ્રુગઢની સ્થાનિક કોર્ટમાંથી 'ટ્રાન્ઝિટ રિમાન્ડ' મેળવવામાં આવ્યા હતા. 

કાર્યકરોને આગામી દોઢ વર્ષ સુધી અમૃતપાલ સિંહ માટે પ્રચાર કરવાની અપીલ કરી

એક અહેવાલ મુજબ, અકાલી દળ (વારિસ પંજાબ દે) એ રવિવારે અમૃતપાલ સિંહને તેમના આગામી મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે જાહેર કર્યા. તલવંડી સાબોમાં આયોજિત વૈશાખી સંમેલન દરમિયાન પાર્ટીએ આ જાહેરાત કરી હતી. અહેવાલો અનુસાર, ફરીદકોટના સાંસદ સરબજીત સિંહ ખાલસાએ તેમની પાર્ટીના કાર્યકરોને આગામી દોઢ વર્ષ સુધી અમૃતપાલ સિંહ માટે પ્રચાર કરવાની અપીલ કરી છે.

આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી

વર્ષ 2022માં યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી હતી. અને કોંગ્રેસને મોટા માર્જિનથી હરાવવામાં સફળ રહી. આમ આદમી પાર્ટીએ 92 બેઠકો જીતીને કોંગ્રેસને સત્તા પરથી દૂર કરી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે 18 બેઠકો આવી હતી. જ્યારે શિરોમણી અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટી અલગ અલગ ચૂંટણી લડ્યા હતા. જેમાં ભાજપને ફક્ત એક સીટ મળી હતી. બસપાને 3 બેઠકો મળી હતી.

અમૃતપાલ સિંહના સાથીદારને રિમાન્ડ પર મોકલાયો

અમૃતપાલ સિંહના નજીકના સાથી પપ્પલપ્રીત સિંહને શુક્રવારે અજનાલાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને ચાર દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. 9 એપ્રિલે  પંજાબ પોલીસ પપ્પલપ્રીતની કસ્ટડી લેવા માટે આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલ પહોંચી. ડિબ્રુગઢ જેલમાં NSA હેઠળ એક વર્ષની અટકાયત પૂરી થયા બાદ બુધવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

અજનાલા પોલીસ સ્ટેશન હુમલા કેસમાં અટકાયત

જેલમાંથી છૂટ્યા પછી તરત જ, પપ્પલપ્રીતને 2023ના અજનાલા પોલીસ સ્ટેશન હુમલા કેસમાં અટકાયતમાં લઈને અમૃતસર લવાયો હતો. પપ્પલપ્રીતને એપ્રિલ 2023 માં 'વારિસ પંજાબ દે' સંગઠન પર કાર્યવાહી દરમિયાન અમૃતસરના કથુનાંગલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેણે અમૃતપાલના મુખ્ય સલાહકારની ભૂમિકા ભજવી હતી.

આ સમાચાર શેર કરો