ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે નવી પાર્ટીની કરી જાહેરાત, રાખ્યું આ નામ
ખદૂર સાહિબના સાંસદ અને ખાલીસ્તાની સમર્થક અમૃતપાલે નવી પાર્ટીની જાહેરાત કરી છે. પાર્ટીનું નામ અકાલી દ

ખદૂર સાહિબના સાંસદ અને ખાલીસ્તાની સમર્થક અમૃતપાલે નવી પાર્ટીની જાહેરાત કરી છે. પાર્ટીનું નામ અકાલી દળ વારિસ પંજાબ રાખવામાં આવ્યું છે. મુક્તસરમાં માઘી પરિષદ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. અમૃતપાલ ખદૂર સાહિબથી અપક્ષ તરીકે ચૂંટણી લડીને સાંસદ બન્યો છે. હાલમાં તે દિબ્રુગઢ જેલમાં બંધ છે. નવી પાર્ટી માટે પાંચથી સાત સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. સમિતિના સભ્યો પક્ષની રૂપરેખા તૈયાર કરશે અને તેના સિદ્ધાંતો નક્કી કરશે.
આ પણ વાંચોઃ VIDEO: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસ્સલ ગુજરાતી મિજાજમાં પતંગ ચગાવી, પોલીસ લાઈનનું કર્યું ખાતમુહૂર્ત
અમૃતપાલના પિતા તરસેમ સિંહે કહ્યું કે, પંજાબ ડ્રગ્સના દલદલમાં ડૂબી રહ્યું છે, ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે, ખેડૂતોના મુદ્દાઓ છે અને જેલમાં બંધ શીખોની મુક્તિનો મામલો પણ છે. અમે આ બધા મુદ્દાઓનું નિરાકરણ લાવીશું.
જણાવી દઈએ કે, ખદૂર સાહિબ લોકસભા બેઠક પરથી અમૃતપાલ સિંહે 4,04,430 મતો સાથે નોંધપાત્ર લીડ મેળવી હતી. ચૂંટણીમાં અમૃતપાલ સિંહના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર કુલબીર સિંહ ઝીરા હતા, જેમને 2,07,310 મત મળ્યા હતા. ખદૂર સાહિબથી વિજયી થયા બાદ અમૃતપાલ સિંહની પત્ની અને વકીલ તેમને મળવા ડિબ્રુગઢ જેલ ગયા.
આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ રાજૌરીમાં LoC નજીક લેન્ડમાઇનમાં જોરદાર વિસ્ફોટ, સેનાના 6 જવાનો ગંભીર ઈજાગ્રસ્ત
અમૃતપાલ સિંહ એપ્રિલ 2023 થી જેલમાં છે. ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ, અમૃતપાલ સિંહના નેતૃત્વમાં હજારો લોકોનું ટોળું અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશનમાં ઘૂસીને તોડફોડ કરાઈ હતી. ૧૮ માર્ચે અમૃતપાલ ઘરેથી ભાગી ગયો. જે બાદ અમૃતપાલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. 23 એપ્રિલે, પંજાબ પોલીસે તેની મોગાથી ધરપકડ કરી. NSA હેઠળ તેમની સામે કેસ નોંધ્યા બાદ આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલી દેવાયો છે. તેણે જેલમાંથી જ લોકસભાની ચૂંટણી લડીને જીતીને સાંસદ બન્યા છે.






