અપક્ષ સાંસદ અમૃતપાલ સિંહના સહયોગીઓ પરથી NSA હટાવશે સરકાર!
ચંદીગઢ: ખદૂર સાહિબ બેઠક પરથી અપક્ષ સાંસદ અમૃતપાલ સિંહના સહયોગીઓને પંજ

ચંદીગઢ: ખદૂર સાહિબ બેઠક પરથી અપક્ષ સાંસદ અમૃતપાલ સિંહના સહયોગીઓને પંજાબ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. બહાર આવેલી માહિતી અનુસાર, અમૃતપાલના સહયોગીઓની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે અપક્ષ સાંસદ અમૃતપાલ સિંહ ના સહયોગીઓ પરથી રાષ્ટ્રીય સુરક્ષા કાયદો રદ કરી શકાય છે, ત્યારબાદ પંજાબ પોલીસ તેમને પંજાબ લાવશે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અમૃતપાલના તમામ સહયોગીઓને આવતીકાલે આસામની ડિબ્રુગઢ જેલમાંથી પંજાબ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમૃતપાલ સિંહના નેતૃત્વમાં 200-250 લોકોના ટોળાએ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.
તેનો ઉદ્દેશ્ય તેના એક સાથીદારને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરાવવાનો હતો. આ હુમલા બાદ પોલીસે અમૃતપાલ અને તેના ઘણા સાથીઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.






