મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

માતા પોતાના પ્રેમી પાસે પુત્રી ઉપર કરાવતી હતી રેપ, કોર્ટે બંનેને ફટકારી 180 વર્ષની સજા

સમાજ માટે કલંક રૂપ ઘટના કેરળના મંજેરીમાં બની હતી. બાળકી માટે માતા જ સૌથી પહેલી ઢાલ ગણાય છે. પરં

માતા પોતાના પ્રેમી પાસે પુત્રી ઉપર કરાવતી હતી રેપ, કોર્ટે બંનેને ફટકારી 180 વર્ષની સજા

સમાજ માટે કલંક રૂપ ઘટના કેરળના મંજેરીમાં બની હતી. બાળકી માટે માતા જ સૌથી પહેલી ઢાલ ગણાય છે. પરંતુ જ્યારે માતા જ કુમાતા થાય ત્યારે બાળકીનું શું. કેરળની મંજેરી સ્થિત ખાસ POCSO (જાતીય અપરાધોથી બાળકોનું રક્ષણ) કોર્ટે બુધવારે એક માતા અને તેના પ્રેમીને કુલ 180 વર્ષની જેલની સજા ફટકારી. સાથે જ 11.70 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. બંને જણા 12 વર્ષની બાળકીનું વારંવાર જાતીય શોષણ કરવાના ગુનામાં દોષિત ઠર્યા હતા. કોર્ટે કહ્યું કે આ ગુનો "માતાના માતૃત્વ અને માનવતા બંને પર કલંક" સમાન છે. આ ચુકાદાને માત્ર કેરળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બાળ સુરક્ષા કાયદાઓની કઠોરતાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે.

કેસની વિગતો મુજબ મલપ્પુરમ જિલ્લામાં 12 વર્ષીય બાળકીનું તેની જ માતા અને માતાના પ્રેમી દ્વારા લાંબા સમય સુધી જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. ફરિયાદીના જણાવ્યા મુજબ, માતાનો પ્રેમી વારંવાર ઘરે આવીને ડરાવી-ધમકાવીને વારંવાર બળાત્કાર કરતો હતો. માતાની નજર સામે આવું થતું તો પણ તે માત્ર ચૂપ જ રહી, એટલું જ નહીં ઘણીવાર ગુનામાં મદદ પણ કરતી હતી. સતત બે વર્ષ સુધી મહિલાનો પ્રેમી તેની જ પુત્રી ઉપર બળાત્કાર કરતો રહ્યો. છોકરીએ સતત પરેશાની બાદ શાળાના શિક્ષકને આ બાબતે જાણ કરી હતી. એ પછી શાળા પ્રશાસને તાત્કાલિક ચાઇલ્ડલાઇન અને પોલીસને જાણકારી આપી. જે પછીથી બંને આરોપીની ધરપકડ કરવામાં આવી.

મહિલા પરણિત છે અને થોડા સમય પહેલા તે પોતાના પતિ અને પુત્રી સાથે તિરુવનંતપુરમમાં રહેતી હતી. આ દરમિયાન એક વ્યક્તિના સંપર્કમાં આવી. અને બંને વચ્ચે લગ્નેત્તર સંબંધો બંધાયા હતા. એ પછી મહિલાએ પોતાના પતિને છોડીને પોતાના પ્રેમી અને 12 વર્ષીય પુત્રી સાથે પલક્કડ અને મલ્લાપુરમમાં વર્ષ 2019થી 2021 સુધી ભાડાના મકાનમાં રહેતી હતી. 

તપાસ દરમિયાન પોલીસે તબીબી રિપોર્ટ, છોકરીના નિવેદન અને ડિજિટલ પુરાવાઓના આધારે કેસને મજબૂત બનાવ્યો. કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવતા કહ્યું કે, આ અત્યંત ક્રૂર અને અસામાન્ય ગુનાની શ્રેણીમાં આવે છે.  વિશેષ જજે કહ્યું કે, એક મા પોતાના બાળકની સુરક્ષાની પહેલી દિવાલ હોય છે, તે જ જો આવા ગુનામાં સામેલ થાય તો સમાજ માટે કલંક સમાન છે.

આ સમાચાર શેર કરો