મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'નિર્દય સરકારને બંગાળમાંથી વિદાય કરવી જરૂરી', માલદામાં પીએમ મોદીએ મમતા પર સાધ્યું નિશાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં રેલીને સંબોધતા મમતા સરકાર પર સખ્ત પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ

'નિર્દય સરકારને બંગાળમાંથી વિદાય કરવી જરૂરી', માલદામાં પીએમ મોદીએ મમતા પર સાધ્યું નિશાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં રેલીને સંબોધતા મમતા સરકાર પર સખ્ત પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, દાયકાઓથી પૂર્વી ભારત એવા લોકોની ચુંગાલમાં હતું જેઓ ભાગલાવાદી રાજકારણ કરતા હતા. ભાજપે આ રાજ્યોને તેમની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે. હવે પશ્ચિમ બંગાળનો વારો છે. આજે બંગાળ એકમાત્ર રાજ્ય છે જ્યાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવામાં આવી નથી. ટીએમસી સરકાર બંગાળમાં મારા ભાઈઓ અને બહેનોને આયુષ્માન યોજનાનો લાભ લેતા અટકાવી રહી છે. બંગાળમાંથી આવી નિર્દય સરકારને ઉથલાવી પાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઓડિશામાં પહેલીવાર ભાજપ સરકાર બની

પીએમ મોદીએ કહ્યું કે, ઓડિશામાં પહેલીવાર ભાજપ સરકાર બની છે. ત્રિપુરાએ ઘણા વર્ષોથી ભાજપ પર વિશ્વાસ કર્યો છે. આસામે પણ તાજેતરની ચૂંટણીઓમાં ભાજપમાં વિશ્વાસ દર્શાવ્યો હતો. જ્યારે બિહારે ફરી એકવાર ભાજપ-એનડીએ સરકાર ચૂંટી કાઢી છે. 

માલદાની રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ગઈકાલે જ મહારાષ્ટ્રમાં નગર નિગમની ચૂંટણીઓના પરિણામો આવ્યા. જેમાં ભાજપને ઐતિહાસિક જીત મળી. ખાસ કરીને મહારાષ્ટ્ર ની રાજધાની અને વિશ્વની સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંની એક BMCમાં ભાજપે પહેલી વાર રેકોર્ડ જીત નોંધાવી છે. થોડા દિવસો પહેલા જ કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં પણ ભાજપે મેયર પદ જીત્યું.

Gen Zનો ભાજપમાં વિશ્વાસ

પીએમ મોદીએ કહ્યું કે, એક સમયે ભાજપ માટે ચૂંટણી જીતવી અશક્ય માનવામાં આવતી હતી, ત્યાં પણ આજે ભાજપને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. આ દર્શાવે છે કે દેશના મતદારો, નવી જનરેશન ભાજપના વિકાસ મોડેલ પર કેટલો વિશ્વાસ રાખે છે.

આ સમાચાર શેર કરો