'ભૈયાજી કી સરકાર આયી તો કટ્ટા ચલેગા', પીએમ મોદીએ તેજસ્વી યાદવ પર કર્યો કટાક્ષ
બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ પર કટાક્ષ કર્યો. આરજ

બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ પર કટાક્ષ કર્યો. આરજેડી અને મહાગઠબંધનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેઓ પહેલાથી જ બાળકોને ગુંડા બનાવવાની વાત કરી રહ્યા છે. તેઓ જાહેરમાં બોલે છે કે, ભૈયાની સરકાર આવશે તો કટ્ટા, બેનાળી બંદૂક, ખંડણી આ બધું જ ચાલશે. ઔરંગાબાદમાં એનડીએની ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ આવી ટીપ્પણી કરી હતી.
પીએમ મોદીએ લોકોને વિપક્ષથી સાવધ રહેવા વિનંતી કરી. તેમણે કહ્યું, "બિહાર કટ્ટા સરકાર ઇચ્છતું નથી. બિહાર કુશાસનની સરકાર ઇચ્છતું નથી. બિહાર ભાજપ-એનડીએ પર વિશ્વાસ કરે છે. એનડીએ બિહારને જંગલ રાજમાંથી બહાર લાવ્યું છે. બિહારને વિશ્વાસ છે કે એનડીએ બિહારનો વિકાસ ચાલુ રાખશે. તેથી, બિહાર એનડીએના પ્રામાણિક મેનિફેસ્ટો પર વિશ્વાસ રાખે છે."
વડા પ્રધાન મોદીએ મહાગઠબંધનમાં તિરાડનો પણ દાવો કર્યો. તેમણે કહ્યું કે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવની પાર્ટી આરજેડીએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનું પણ અપમાન કર્યું. આરજેડીએ કોંગ્રેસને એ જ બેઠકો આપી જે તેણે 35-40 વર્ષમાં જીતી ન હતી. આરજેડીએ કોંગ્રેસ સામે ખંજર પકડીને મુખ્યમંત્રી પદની ઉમેદવારી પણ ચોરી લીધી. ઘણી બેઠકો પર આજે પણ આરજેડી અને કોંગ્રેસ સામસામે છે. જે લોકો પોતાના સાથીઓ સાથે દગો કરી શકે તે કોઈના સાચા મિત્ર હોઈ ના શકે.
મોદીએ આરોપ લગાવ્યો કે આરજેડી અને કોંગ્રેસ ફક્ત અપમાન અને દુર્વ્યવહારનું રાજકારણ કરે છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું કે, "રાજવી પરિવારના નેતા" છઠી મૈયા પૂજાને નાટક કહે છે. આ લોકો મહાકુંભને પણ કચરો કહે છે. તેઓ આપણા દરેક તહેવારથી ચીઢ છે. તેઓ આપણી શ્રદ્ધાનું અપમાન કરતા રહે છે.






