મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે કરી વાત, યુક્રેન યુદ્ધ સહિત આ મુદ્દે થઈ ચર્ચા

ભારત હંમેશાથી યુક્રેન-રશિયા યુદ્ધને ખતમ કરવા અને શાંતિનું સમર્થક રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન યુદ્ધ

પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે કરી વાત, યુક્રેન યુદ્ધ સહિત આ મુદ્દે થઈ ચર્ચા

ભારત હંમેશાથી યુક્રેન-રશિયા યુદ્ધને ખતમ કરવા અને શાંતિનું સમર્થક રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન યુદ્ધ પર વાતચીતથી ઉકેલ લાવવાની વાત કરી હતી. પરંતુ તે સમયે અમેરિકા યુક્રેન સૌએ વાતચીતને ફગાવી હતી. રશિયાનું પણ કંઈક એવું જ વલણ હતું, પરંતુ હવે એક બાદ એક નેતાઓની વાતચીત શરૂ થઈ છે.

રાષ્ટ્રપ્રમુખ પુતિને વડાપ્રધાન મોદીને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી વાતચીતની માહિતી આપી હતી. વડાપ્રધાન મોદીએ શાંતિ જાળવવાની વાત કરી છે. યુરોપીયન દેશ અને નાટો પણ શાંતિ લાવવાના પ્રયાસમાં લાગ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને વચ્ચે યુક્રેન યુદ્ધ પર ચર્ચા થઈ હતી.

મારા મિત્ર મેક્રોન સાથે ખૂબ જ સારી વાતચીત થઈ: વડાપ્રધાન મોદી

આ અંગે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાત કરતા કહ્યું કે, 'મારા મિત્ર રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. યુક્રેન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેના પ્રયાસો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.'

આ સમાચાર શેર કરો