મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સંસદમાં આજે પણ હંગામાના આસાર, રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપી શકે છે PM મોદી

સંસદના બન્ને સદન લોકસભા અને રાજ્યસભામાં હંગામાના આસાર જોવા મળી રહ્યાં છે. વિરોધ પક્ષના નેતા

સંસદમાં આજે પણ હંગામાના આસાર, રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપી શકે છે PM મોદી

સંસદના બન્ને સદન લોકસભા અને રાજ્યસભામાં હંગામાના આસાર જોવા મળી રહ્યાં છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં સોમવારે NEET પેપર લીક અને અગ્નિવીર જેવા મુદ્દા પર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીના ભાષણની દરેક તરફ ચર્ચા થઇ રહી છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવા માટે તેમને સરકારને કઠેડામાં ઉભી કરી દીધી હતી અને ચૂંટણી સમયે આપવામાં આવેલા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિના અભિભાષણ સબંધિત આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પોતાના ભાષણમાં વિપક્ષ પર પ્રહાર કરવાના છે. કાલે રાહુલ ગાંધીએ જ્યારે પોણા બે કલાક સુધી ભાષણ આપ્યુ તો તે સમયે પીએમ મોદી સદનમાં જ હાજર હતા. 

લોકસભામાં સોમવારે 16 કલાકની ચર્ચા થઇ

લોકસભામાં સોમવારે 16 કલાકની ચર્ચા થઇ હતી. સમાચાર એજન્સીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ સંબંધિત આભાર પ્રસ્તાવ પર ચર્ચા મંગળવાર સાંજે સમાપ્ત થવાની સંભાવના છે, જે બાદ મોદી જવાબ આપશે. પહેલા આભાર પ્રસ્તાવ પર ચર્ચા શુક્રવારે જ થવાની હતી પરંતુ વિપક્ષના હંગામાને કારણે આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઇ શકી નહતી. 

વડાપ્રધાન મોદી સંસદમાં ભાષણ પહેલા મંગળવાર સવારે 9.30 વાગ્યે NDAની સંસદીય બેઠક કરવાના છે. ત્રીજા કાર્યકાળમાં પ્રથમ વખત પીએમ મોદી NDAના સાંસદો સાથે બેઠક કરશે. સંસદ સત્ર 3 જુલાઇએ ખતમ થવાનું છે.

આ સમાચાર શેર કરો