મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદીની 'મન કી બાત': 'આંધ્રની કૉફી-યોગ દિવસ' સહિત વિવિધ મુદ્દાઓ પર કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. ત્રણ મહિના સુધી લોકસભા ચૂં

PM મોદીની 'મન કી બાત': 'આંધ્રની કૉફી-યોગ દિવસ' સહિત વિવિધ મુદ્દાઓ પર કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. ત્રણ મહિના સુધી લોકસભા ચૂંટણી અને પછી શપથ ગ્રહણને કારણે પીએમ મોદી પોતાના રેડિયો કાર્યક્રમમાં ભાગ લેતા નહતા. જોકે, હવે ચૂંટણી પૂર્ણ થતા જ પીએમ મોદીએ ફરી એક વખત રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. 'મન કી બાત'નો આ 111મો એપિસોડ હતો.

પીએમ મોદીએ 'મન કી બાત'માં દેશહિત સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરી હતી જેમાં યોગને લઇને પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતિમ વખત મન કી બાત રેડિયો કાર્યક્રમમાં 25 ફેબ્રુઆરીએ ભાગ લીધો હતો. તે બાદ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા તેને રોકી દેવામાં આવ્યો હતો. 

પીએમ મોદીએ આંધ્રની ખાસ કૉફીનો કર્યો ઉલ્લેખ

પીએમ મોદીએ દેશવાસીઓને એક ખાસ કૉફી વિશે જણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ભારતની કેટલી પ્રોડક્ટ્સ છે, જેની દુનિયાભરમાં ડિમાન્ડ છે અને જ્યારે આપણે ભારતની કોઇ લોકલ પ્રોડક્ટને ગ્લોબલ થતા જોઇએ છીએ તો ગર્વ થાય છે. આવી જ એક પ્રોડક્ટ છે અરાકુ કૉફી. અરાકુ કૉફી આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતા રામ રાજૂ જિલ્લામાં જોવા મળે છે. આ પોતાના રિચ ફ્લેવર અને અરોમા માટે જાણીતી છે.

પુરી દુનિયામાં યોગ દિવસ મનાવાય છે- પીએમ મોદી

વડાપ્રધાને તાજેતરમાં મનાવવામાં આવેલા યોગ દિવસના મહત્ત્વને લઇને પણ વાત કરી હતી અને જણાવ્યું કે આ જીવન માટે કેટલું જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે આ મહિને પુરી દુનિયાએ 10માં યોગ દિવસને ભરપૂર  ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યો છે. હું પણ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આયોજિત યોગ કાર્યક્રમમાં સામેલ થયો હતો. કાશ્મીરમાં યુવાઓની સાથે સાથે બહેન-દીકરીઓએ પણ યોગ દિવસમાં ભાગ લીધો હતો.

પેરિસ ઓલિમ્પિકની તૈયારી ચાલી રહી છે

પીએમ મોદીએ પેરિસ ઓલિમ્પિકને લઇને ચાલી રહેલી તૈયારીઓ પર પણ વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આપણા ખેલાડીઓના પ્રદર્શને દરેક ભારતીયોનું દિલ જીતી લીધુ હતું. હવે પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓ ચાલી રહી છે. પેરિસ ઓલિમ્પિકમાં કેટલીક વસ્તુઓ પ્રથમ વખત જોવા મળશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે શૂટિંગમાં આપણા ખેલાડીઓની પ્રતિભા સામે આવી છે. ટેબલ-ટેનિસમાં મેન્સ અને વિમેન્સ બન્ને ટીમ ક્વોલિફાય કરી ચુકી છે. ભારતીય શૉટગન ટીમમાં આપણી શૂટર દીકરીઓ પણ સામેલ છે.

આ સમાચાર શેર કરો